સમાજમાં મોબાઇલનું દુષણ વધી રહ્યું છે. હવે તો આ દુષણથી આપણા તહેવારો પર પણ અસર પડવા માડી છે. ખાસ કરીને ઉત્તરાયણ આ દિવસે અવકાશી યુધ્ધના ખેલાતા ખેલનો નજારો જોવાને બદલે આજની જનરેશન ટેરેસ પર પહોંચી ગરદન નીચી કરી મોબાઈલમાં જ વ્યસ્ત બની છે. આવી સ્થિતિ વચ્ચે નડિયાદના એક NRI પરિવારે અનોખી થીમ પર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને લોકોને શીખ આપતો સંદેશ આપ્યો છે. આ પરિવારે પોતાના મકાનના ટેરેસને ફોન ફ્રી ઝોન ટેરેસ જાહેર કર્યો છે. એટલે કે અહીયા પરિવારના સૌ સભ્યો, મિત્ર મંડળ Without Mobile વગર આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. સાથે સાથે મોબાઈલ જરૂર કરતાં વધુ વાપરવાથી થતાં નુકશાનો અને મોબાઈલથી દુર રહેવાની આદત કઈ રીતે કેળવવી તેની ટીપ્સ આપતાં સંદેશા સાથે પતંગો ઉડાડી છે અને ઉત્તરાયણની ખરી મોઝ માણી છે.
NRI પરિવારે કઈક જુદી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાનું નક્કી કર્યું
ઉત્તરાયણ પર્વ લોકો જુદી જુદી થીમ પર ઉજવણી કરે છે. ત્યારે તમે કદાચ કલ્પના ન કરી હોય તેવી થીમ પર નડિયાદના એક NRI પરિવારે ઉજવણી કરી છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રહેતા NRI ગજ્જર પરિવાર અને મિત્ર મંડળે કઈક જુદી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. જેમાં 'ફોન ફ્રી ઝોન' થીમ પર ઉજવણી કરી છે. નડિયાદના શંકરદાસના કૂવા વિસ્તારમાં વસવાટ કરતા જયેશભાઇ ગજ્જર અને તેમના પરિવારે શહેરના પોળ એવા સિદુશીપોળ વિસ્તારમાં આવેલ મકાનના ટેરેસ પર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. જ્યાં જયેશભાઇના મિત્રો તેમજ સગાંસંબંધીઓ ભેગા થયા હતા. આ ટેરેસ પર મોબાઈલ પ્રતિબંધ હોવાનુ તેમણે જણાવ્યું હતું. અને 'ફોન ફ્રી ઝોન ટેરેસ' નામ આપ્યું હતું.
વિવિધ પતંગો પર સંદેશોઓ લખ્યા
થીમને આઈડિયા આપનાર NRI જયેશ ગજ્જરે વિવિધ પતંગો પર સુંદર મજાના સંદેશોઓ લખ્યા હતા અને આજની પેઢીને જરૂર કરતાં વધારે મોબાઈલનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. આ દિવસે પતંગોના આકાશી યુધ્ધનો આનંદ માણવાનો દિવસ છે. હાથમાં ફીરકી અને પતંગ ઉડાડવાનો તથા આનંદ માણવાનો દિવસ છે. ભૂતકાળમાં એક વ્યક્તિ પતંગ ચગાવે તો અન્ય એક ફીરકી પકડે તો અન્ય એક પતંગની કિન્યાર બાંધે, પણ હાલ એક વ્યક્તિ પતંગ ઉડાડે તો બીજા મોબાઈલમાં વ્યસ્ત હોય છે. આવા દ્રશ્યો ટેરેસ પર જોવા મળી રહ્યા છે. બે દિવસનો આ તહેવાર ફિક્કો પડી રહ્યો છે. ખરો આકાશી આનંદનો નજારો તો ત્યારે મળે જ્યારે આપણા હાથમાંથી મોબાઇલ હેઠો મૂકી પતંગ અને દોરી વડે પેચ કાપીએ તેમ NRI પતંગ રસીક જયેશભાઇ ગજ્જરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે આ કોન્સેપ્ટ કદાચ ગુજરાતમાં પહેલો હોઈ શકે છે. કોઈ પતંગ રસીકે આવુ વિચાર્યું પણ નહી હોય અને સમાજના લોકોને જાગૃત કરવા અમે આ ખાસ થીમ પર આયોજન કર્યું છે.
નડિયાદની પતંગ રસીક દ્રષ્ટિ શુ કહે છે જાણીએ
અહીયા આવેલ પતંગ રસીક દ્રષ્ટિક કંસારાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ખૂબ જ સારો કોન્સેપ્ટ છે. અધતન યુગમાં જોઈએ તો બધા બાળકો ટેકનોલોજીથી પ્રભાવિત થયા છે. તહેવાર હોય કે અન્ય રીતે સમય મળે નવરાસની પળમાં મોબાઈલ કે લેપટોપ પર વીડિયો ગેમ્સ રમતા હોય છે અને અંદરો અંદર જ વ્યસ્ત રહેતા હોય છે. ત્યારે આવા તહેવારો ફીકા પડ્યા છે. આ વચ્ચે અમે સૌ મિત્ર મંડળ અને પરિવારે આ થીમ પર ઉતરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે મોબાઈલ ફ્રી ઝોન ટેરેસ છે અહીયા કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોનનો યુઝ કરતો નથી અને પતંગ ઉડાડી આનંદ મેળવે છે. ઉતરાયણનું ધાર્મિક પણ મહત્વ રહેલું છે જેથી આ દિશામાં બાળકોને પ્રેરિત કરવામાં આવે.
જેમના મકાનના ટેરેસ પર આ થીમ તૈયાર કરાઈ છે તેઓ શુ કહે છે જાણીએ
જેમના મકાનના ટેરેસ પર આ થીમ તૈયાર કરાઈ છે તેવા હેમલ કંસારા દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવે છે કે, છેલ્લા 13 વર્ષથી અમે અહીંયા ઉતરાયણ પર્વ ઉજવી રહ્યા છે. પરંતુ ઘણા સમયથી આ તહેવાર મંદ પડ્યો હોય તેમ લાગે છે. ખાસ કરીને ટેકનોલોજી, મોબાઈલના કારણે લોકો ઉત્તરાયણમાં ટેરેસ પર આવે તો છે પરંતુ મોબાઇલમાં મસગુલ હોવાને કારણે આ તહેવારની રંગત ઉડી છે. તહેવાર હોય કે ન હોય દરેક લોકો મોબાઇલમાં રચ્યા પચ્યા રહે છે. ખાસ કરીને બાળકો માટે આવા તહેવાર આનંદ માણી શકાય તે શીખવવા માટે અમે આ નવતર પ્રયોગ કર્યો છે અને ટેકનોલોજીને લિમિટેશનમાં વાપરીએ તેના બંધારણી ન બનીએ તેવો સંદેશ સમાજને આપીએ છીએ.
શિક્ષિકાએ માવતરને વિનંતી કરી કે નાના બાળકોને મોબાઈલ ન આપો
આ થીમ ઉજવી રહેલા રચના કંસારા જણાવે છે કે, હું પોતે શિક્ષિકા છું, કોઈપણ તહેવારને ફુલ એન્જોય કરવો જોઈએ, ટેકનોલોજી વાપરવા વિવસ ન બનો અને પરિવાર, મિત્રોને પૂરતો સમય આપો અને તેઓની સાથે તહેવાર ઉજવો. ખાસ કરીને બાળકોમાં મોબાઇલનું વળગણ જોવા મળી રહ્યું છે. તો આજના માવતર ને એ જ વિનંતી છે કે નાના બાળકોને મોબાઇલથી અળગા રાખો તો તેનો માનસિક અને બૌધિક વિકાસ થઈ શકશે. આમા આ NRI પરિવારે પોતાના ટેરેસને 'ફોન ફ્રી ઝોન ટેરેસ' ગણાવી સમાજને પ્રેરક સંદેશ આપ્યો છે.
આ NRI પરિવારે પતંગ પર કેવા સંદેશાઓ સમાજને આપ્યા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.