ચૂંટણીલક્ષી તૈયારીઓ:ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે ખર્ચ ઓબ્ઝર્વરની નિમણુંક કરાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશા નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે વિનીત કુમારે તથા રાજેશ કુમારની ખર્ચ ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે.

મોનિટરીંગ કમિટીની રચના કરવામાં આવી
જિલ્લાની 117-મહેમદાવાદ, 119-ઠાસરા અને 120-કપડવંજની બેઠકો માટેના ખર્ચ ઓબ્ઝર્વર વિનીત કુમારે આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ફરિયાદ નિવારણ સેલ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ કમિટી અંતર્ગત કાર્યરત કરાયેલ EMMC કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી અન્વયે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતાં સમાચાર ઉપર દેખરેખ માટે ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે.
ખર્ચ ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી
જિલ્લા કલેકટર કચેરી ખાતે EMMC કન્ટ્રોલ રૂમમાં સતત 24 કલાક ઇલેક્ટ્રોનિક મીડિયા (ચેનલો) ઉપર આવતા સમાચારોનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં આચારસંહિતા, ઉમેદવારના ચૂંટણી ખર્ચ સંબંધિત કે, અન્ય ફરિયાદ નોંધાવવા માટે ટોલ ફ્રી નંબર બહાર પાડ્યા છે. ખેડા જિલ્લાની 115-માતર, 116-નડિયાદ અને 118-મહુધા બેઠકો માટે રાજેશ કુમારની ખર્ચ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...