પૂર્વ પ્રમી સામે ફરિયાદ:કઠલાલના લસુન્દ્રાની પરણિત યુવતીના અમદાવાદના પૂર્વ પ્રેમીએ ફોટા વાયરલ કરતા ફરિયાદ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

કઠલાલ પંથકના લસુન્દ્રા ગામની એક પરણિત યુવતીના ફોટા અમદાવાદ ખાતે રહેતા તેના પૂર્વ પ્રેમીએ વાયરલ કરી ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે કઠલાલ પોલીસમા ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

મનમેળ ન રહેતા પરિણીતા પ્રેમીને છોડી માવતર સાથે રહેવા આવતી રહી
કઠલાલના લસુન્દ્રા ગામની પરિણીતાના પ્રથમ લગ્ન દસેક વર્ષ પૂર્વે આણંદના એક યુવક સાથે થયા હતા. દીકરીના જન્મના એક વર્ષ પછી તેણીના પતિના મૃત્યું પામ્યા હતા ત્યાર પછી પરિણીતા અમદાવાદ નવા નરોડા ન્યુ ઇન્ડિયા કોલોની તાપી એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ પરમારના સંપર્કમાં આવી હતી. પરિણીતા વર્ષ 2020માં આનંદ પરમાર સાથે ભાગી ગઈ હતી અને તેણે આઠેક માસ જેટલો સમય તેની સાથે રહી હતી પછી આનંદ દ્વારા સમાજ રાહે લગ્ન કરવાનું દબાણ કરતા​​​​​​​ બંને વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. બાદ મનમેળ ન રહેતા પરિણીતા પ્રેમી આનંદ પરમારને છોડી પોતાના માવતર સાથે રહેવા આવતી રહી હતી.

પુનઃ લગ્ન થતાં પૂર્વપ્રેમી છંછેડાયો
જોકે બંને સાથે રહેતા હતા ત્યારે આનંદ પરમારે પોતાની પર પ્રેમિકા એવી આ પરિણીતાના એકલા ફોટા/સેલ્ફી ફોટાઓ તથા પોતાની સાથેના ફોટા/સેલ્ફી ફોટાઓ તેઓના મોબાઇલ ફોનમાં પાડયા હતા. દરમિયાન પરિણીતાને માવતરે કઠલાલના એક યુવક સાથે પુનઃ લગ્ન કરાવ્યા હતા. જેને લઇ પરિણીતાનો પૂર્વ પ્રેમી આનંદ પરમાર છંછેડાયો હતો. જેથી આનંદ પરમાર દ્વારા પોતાની પૂર્વ પ્રેમિકાના પતિને અવારનવાર મોબાઇલ ફોન કરી તેની પત્ની વિશે ખોટી વાતો જણાવી મને છોડી તારી સાથે લગ્ન કરેલ છે તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી તને બદનામ કરી નાખીશ તેવી ધમકીઓ આપતો હતો.

કઠલાલ પોલીસમાં ફરિયાદ થઈ
આ વચ્ચે આનંદ પરમારે 8 મે 2022ના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી ઉપર પ્રેમિકાનો એકલો ફોટો તથા તેની સાથે જે તે વખતે પાડેલ ફોટોનો વિડીયો બનાવી અપલોડ કરી વાયરલ કર્યો હતો ત્યાર પછી પણ તેણે અગાઉના પોતાના પરણીતા સાથેના પોતાના વિડીયો મૂક્યા હતા આ બાબતે આજે કઠલાલ પોલીસમાં ફરિયાદ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...