વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ:ખેડા જિલ્લાના 17 સ્થળોએ EVM, વીવીપેટ નિદર્શન કેન્દ્ર ખુલ્લા મુકાયા, દરેક મતદાર જાતે પોતાનો વોટ નાખી ખાત્રી કરી શકશે

નડિયાદએક મહિનો પહેલા
  • લોકશાહીની પારદર્શક પ્રક્રિયા અન્વયે લોકોમાં વિશ્વાસ કેળવાય તે ચૂંટણીપંચે આ પગલું ભર્યું

ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022માં વપરાશમાં લેવાના ઈ.વી.એમ.ની ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ મશીનો પૈકી 87–બેલેટ યુનિટ, 87–કંટ્રોલ યુનિટ અને 87–વીવીપેટ ખેડા જિલ્લામાં તાલીમ અને નિદર્શન માટે નકકી કરવામાં આવેલા છે. ખેડા જિલ્લાના 17 સ્થળોએ EVM, વીવીપેટ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. જ્યાં દરેક મતદાર જાતે પોતાનો વોટ નાખી ખાત્રી કરી શકશે.

કુલ-16 વાન મારફતે દરેક વિસ્તારમાં નિદર્શન
આ મશીનોનું નિદર્શન બે પ્રકારે કરવામાં આવશે. (1)ઈ.વી.એમ. કાયમી નિદર્શન કેન્દ્ર અને (2) વાહન મારફતે‌ જિલ્લામાં દરેક મામલતદાર કચેરીમાં અને અન્ય સ્થળોએ મળીને કુલ-17 જગ્યાએ EVM નિદર્શન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યાં છે અને કુલ-16 વાન મારફતે જિલ્લાના દરેક ગામમાં અને શહેરી વિસ્તારોમાં પણ ઈ.વી.એમ.–વીવીપેટનું નિદર્શન કરવામાં આવશે. આ નિદર્શન કાર્યક્રમ વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત સુધી ચાલુ રહેશે. જેમાં દરેક મતદાર જાતે પોતાનો વોટ નાખી ખાત્રી કરી શકશે. જેનો જિલ્લાના સર્વે નાગરીકોએ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

લોકશાહીની પારદર્શક પ્રક્રિયા અન્વયે આયોજન
રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકશાહીની પારદર્શક પ્રક્રિયા અન્વયે લોકોમાં વિશ્વાસ કેળવાય તે માટે ભારતીય ચૂંટણીપંચ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ માહિતી નિયામક નિત્યાબેન ત્રિવેદી, નડિયાદ સીટી એન્ડ રૂરલ મામલતદારો, સોનલબેન ઓઝા, જાદવભાઇ સહિત જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...