સમસ્યા:આખરે બોરમાં પાઇપ ઉતારતા 600 ઘરને ચોખ્ખું પાણી મળ્યું

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદની 60 સોસાયટીમાં 15 દિવસ થી ડહોળા પાણીની સમસ્યા
  • પાલિકા ગોથા મારતી રહી અને કારણ નીકળ્યું પેટાળમાં સિઝનલ ફેરફારનું

નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં.10 માં વૈશાલી સિનેમા પાસે પાણીની ટાંકી વિસ્તાર આવેલો છે. છેલ્લા 15 દિવસથી અહીની 60 થી વધુ સોસાયટીઓના 600 ઘરોમાં ડહોળુ પાણી આવતા સ્થાનિકોમાં જીવવું મુશ્કેલ બન્યું હતુ. જેના પગલે નગરપાલિકા ડહોળુ પાણી ક્યાંથી આવી રહ્યું છે તે શોધવા અનેક પ્રકારે મથામણ કરી હતી.

આખરે બોરમાંથી જ ડહોળુ પાણી આવતું હોવાનું સામે આવતા ટેકનીસીયન દ્વારા બોરની પાઇપ લાઇન 50 ફુટ વધારે ઉંડી ઉતારી પાણી ખેંચતા સ્વચ્છ પાણી મળ્યું હતુ. ઋ તૂમાં જ્યારે ફેરફાર આવે ત્યારે ભુગર્ભમાં પાણીની સપાટી ઉપર નીચે થતી હોય છે, જેના કારણે આ પ્રકારની સમસ્યા આવતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

પાલિકાના આસીસટન્ટ એન્જીનીયર પરેશભાઈ સાગરે જણાવ્યું હતું કે ડહોળા પાણીનું સેમ્પલ લઈ સોમવારે પાણી પુરવઠા વિભાગમાં ચકાસણી માટે આપવામાં આવ્યું હતુ. જે બાદ પાઈપ લાઈન ઉંડી ઉતારતા સ્વચ્છ પાણી મળી રહ્યું છે તેનું સેમ્પલ પણ ટેસ્ટીંગ માટે જશે. આમ બે દિવસમાં પાણીના બે સેમ્પલ ટેસ્ટ કરવા મોકલાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...