ગણેશોત્સવ:ખેડા જિલ્લાના ભક્તોમાં અનેરો ઉત્સાહ, લોકો ગણેશ ભક્તિમાં લીન બન્યા

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગર, ગામ અને પરા વિસ્તાર સહિત ઘેર ઘેર ગણેશજીના ગાન ગવાય છે, સવાર, સાંજ આરતી ઉતારી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે
  • નડિયાદની મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો

ખેડા જિલ્લામાં ગણેશ ઉત્સવની ચાલુ વર્ષે ખુબજ ધામધુમથી અને‌ શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાના કપરા બે વર્ષ બાદ આ વર્ષે રંગેચંગે ઉજવણી થઇ રહી છે. ગણેશ ભક્તો દુંદાળા દેવને રીઝવી રહ્યા છે અને ભક્તિમા લીન્ન બન્યા છે. આથી સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું છે.

ગણેશ સ્તુતિ સહિત ગણેશ પાઠ કરી ભક્તો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે
ગણેશ ઉત્સવનો આજે ત્રીજો દિવસ છે ત્યારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લો ગણેશ ભક્તિમા તરબોળ બન્યો છે. જિલ્લાના ગામડાઓમા, નગરોમાં વિધ્નહર્તાના પંડાલો જોવા મળી રહ્યા છે. જેમા ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરી ભક્તો ગણેશજીની ભક્તિ કરી રહ્યા છે. એક દો તીન ચાર ગણપતિના જય જય કાર ના જય ઘોષ તથા ગણેશ સ્તુતિ સહિત ગણેશ પાઠ કરી ભક્તો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. સવાર, સાંજ આરતી ઉતારી ગણેશ ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.

વિધ્નહર્તાને ભારે હૈયે વિદાય પણ આપી
નડિયાદમા વિવિધ યુવક મંડળોએ પોતાની સોસાયટીના નાકે કે પછી કોમન પ્લોટમા દુંદાળા દેવને બીરાજમાન કરી ભારે શ્રધ્ધા સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. શ્રીજી ભક્તોએ પોતાના ઘરે એક દિવસના તો કોઇએ દોઢ અને અઢી દિવસ સુધી સ્થાપન કરી વિધ્નહર્તાને ભારે હૈયે વિદાય પણ આપી છે. આ પહેલા દાદાને છપ્પનભોગનો અન્નકુટ ધરાવવામાં આવે છે. આમ સમગ્ર જિલ્લો ગણેશ ભક્તિમા લીન બન્યો છે.

નડિયાદની મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો
સંસ્થામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ બાળકો માટે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.વિધિપૂર્વક ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ગણપતિ બાપ્પાની ભક્તિ ભાવપૂર્વક સ્થાપના કરી હતી. આ પ્રસંગે નિખિલ પટેલ USA, વિશ્વજીતસિંહ, નિરવ મોદી હાજર રહી ગણપતિજીની આરતી કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. અને સૌનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈએ જણાવ્યું કે, આની વિશેષતા એ રહી છે કે ગણપતિ બાપ્પા ઇકોફ્રેન્ડલી મૂર્તિ સંપૂર્ણ ડેકોરેશન ,મુગટ ,હાર, બાજુબંધ, સુશોભન વગેરે બધુ જ દિવ્યાંગ બાળકોએ જાતે બનાવ્યુ હતું. આ કાર્યક્રમમાં તમામ જાતિના બાળકો જોડાઈ "સર્વધર્મ સમભાવ"નો સંદેશ આપ્યો હતો તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે મૈત્રી સંસ્થાના સ્ટાફ, પુનમભાઈ ડાભી અને દિવ્યાંગ બાળકોએ ભારે જહેમત ઊઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...