ફરિયાદ:20 વર્ષથી વાસ્મો સાથે જોડાયેલા કર્મચારીઓને હક્ક- લાભના ફાંફા

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20014 થી 11 માસના કરાર આધારિત બનાવ્યાની ફરિયાદ

સરકારની વાસ્મો યોજના સાથે 20 વર્ષથી જોડાયેલા કર્મચારીઓને વર્ષોની નોકરી બાદ પણ સર્વિસ રૂલ્સ મુજબ લાભ નહીં મળતા અસંતોષ ફેલાયો છે. શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા કર્મચારીઓએ ટાંક્યું હતું કે વર્ષ 2002 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વાસ્મોની શરૂઆત કરવામાં આવી હતી.

જે યોજના દ્વારા દરેક ગ્રામ્ય સ્તરે પીવાના પાણીની લોકભાગીદારીથી પેયજળ યોજનાની કામગીરી શરૂ થઈ હતી. આજે રાજ્યના 20 જિલ્લામાં 100 ટકા કામગીરી કર્મચારીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ જ્યારે કર્મચારીઓને મળતા હક્કો આપવાની વાત આવે ત્યારે સરકાર પાછી પાની કરી રહી છે.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2002 થી 2014 સુધી કર્મચારીઓને ત્રણ-ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવતા હતા. જેઓને એક માસનો બ્રેક આપી બાદમાં એક માસના કરાર પર રાખવામાં આવી રહ્યા છે. 20 વર્ષની નોકરી હોવા છતાં કર્મચારીઓ કરાર આધારીત છે. યોજના શરૂ થઈ તે સમયે કર્મચારીઓના લાભ માટે વાસ્મો સર્વિસ રૂલ્સ-2002 બનાવવામાં આવી હતી. જેનું પાલન કરવામાં આવે અને તમામ કર્મચારીઓને તે મુજબ લાભો શરૂઆત થી આપવામાં આવે તેવી માંગ કર્મીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...