છેતરપિંડી:મીનાવાડા દૂધ મંડળી સાથે રૂા.10.33 લાખની ઉચાપત

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલિન મંત્રી સામે પોલીસ ફરિયાદ

મીનાવાડા દુધ ઉત્પાદક સહકારી મંડળીનું તા.1-4-19થી તા.31-3-21 સુધીનુ ઓડિટ કરાતાં ઓડિટ રિપોર્ટમાં મંડળીના માજી મંત્રી કનુભાઈ સુથારે તા.4-10-15થી તા.3-11-20 સુધી ફરજ બજાવતા હતા. હાલમાં તેઓ મંડળીના ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ઓડિટ રિપોર્ટમાં કનુભાઇ દ્વારા રૂ.60,300 ની નાણાકીય હંગામી ઉચાપત કરી હતી. તેમજ રૂ.9, 72, 700ની કાયમી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું.

જો કે કનુભાઇ દ્વારા કરેલ ઉચાપતની રકમ કટકે કટકે કરી મંડળીમાં જુદી જુદી તારીખે કુલ રૂ.60,300 વાઉચરથી મંડળીમાં જમા કરાવ્યા હતા. જ્યારે રૂ. 9, 72, 700 અંગત કામે વાપરી કાયમી ઉચાપત કરી હતી. જે અંગે ઓડિટર તેના રિપોર્ટમાં તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. આ બનાવ અંગે મંડળીના ચેરમેન હિતેશભાઇ વજેસિંહ સોઢાપરમારે મહુધા પોલીસ મથકે કનુભાઈ સુથાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...