સમીક્ષા:ખેડા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી નિરીક્ષકે કામગીરીની સમીક્ષા કરી

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાર યાદી નિરીક્ષકે શહેરના વિવિધ મતદાન મથકોની લીધી મુલાકાત

ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લામાં 12 ઓગસ્ટથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહેલ છે. ચૂંટણીપંચ ગાંધીનગરની સૂચના મુજબ 21 ઓગસ્ટથી કલ–4(ચાર) રવિવારને ખાસ ઝુંબેશના દિવસ તરીકે નિર્ધારીત કરવામાં આવેલ છે. આ પૈકી ત્રણ રવિવારની ઝુંબેશના દિવસની કામગીરી પૂર્ણ થયેલ છે અને આજે આ કામગીરીનો છેલ્લો રવિવાર છે.

જિલ્લાની છ વિધાનસભા બેઠકોના ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી
આ સમગ્ર કામગીરીના સંચાલન અને દેખરેખ માટે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે રંજીથ કુમાર જે..(આઈ.એ.એસ.) ની નિમણૂંક કરવામાં આવેલ છે. ખાસ ઝુંબેશના નિર્ધારીત દિવસો પૈકી છેલ્લા દિવસે એટલે કે આજે રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ આજે કલેકટર કચેરી ખેડા -નડિયાદના કોન્ફરેન્સ હોલમાં નડિયાદ શહેર અને જિલ્લાની છ વિધાનસભા બેઠકોના ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શહેર, જિલ્લામાં મતદાર યાદી સુધારણા કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મતદાર યાદી નિરીક્ષક રંજીથ કુમારે શહેરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાર યાદી સુધારણા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મતદારયાદીમાં નામ નોંધણી કરાવવાની કામગીરી વંચિત ન રહી જાય તે માટે આ ખાસ ઝૂંબેશ ઉપાડાયો છે
રંજીથ કુમારે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ખાસ ઝુંબેશના ભાગરૂપે મતદાન મથકો ખાતે પણ બી.એલ.ઓ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવે છે. તા.1લી ઓક્ટોમ્બર ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારોના નામ મતદાર યાદીમાં ખાસ નોંધાય તે અંગે તેમણે સૂચના આપી હતી.શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાયકાત ધરાવતા તમામ મતદારોના નામ નોંધાય તે સુનિશ્ચિત કરવા સાથે એક પણ મતદાર નામ નોધણીથી વંચિત ન રહે તે અંગે તેમણે ચૂંટણી અધિકારીઓને વિનંતિ કરી હતી. મતદારયાદીમાં નામ નોંધણી અંગે સરળતા રહે તે માટે જે તે વિસ્તારના બી.એલ.ઓ.ના નામ અને નંબરની યાદી નાગરીકોને આપવા સૂચના આપી તથા 1950 વોટર હેલ્પલાઈન નંબર, NVSP અને VHA નો મહત્તમ પ્રચાર પ્રસાર થાય તે મુજબનું આયોજન કરવા સૂચના આપી હતી. ઉપરાંત આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ લાયકાત ધરાવતાં નાગરીક મતદારયાદીમાં નામ નોંધણી કરાવવાની કામગીરી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું.

મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમ આયોજીત ક૨વામાં આવ્યા
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું કે, ખેડા જિલ્લામાં આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી પહેલી ઓક્ટોબરની લાયકાતની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં જિલ્લાનો કોઈપણ નાગરીક મતદાર નોંધણીથી વંચિત ૨હી ન જાય તથા તમામ 18 વર્ષની વયના યુવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ સુનિશ્ચિત કરી શકાય તે અંગે ખાસ ઝુંબેશ અન્વયે મતદાર જાગૃતિ તથા કેળવણી હેઠળ જિલ્લામાં તમામ વિધાનસભા મતવિસ્તાર તથા શહેરી વિસ્તારમાં મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમ આયોજીત ક૨વામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

અધિકારીએ નડિયાદ શહેરની નગર પ્રાથમિક શાળા નં 22ની મુલાકાત લીધી
મતદાર યાદી નિરીક્ષક રંજીથ કુમારે મતદાર યાદી સુધારણા અન્વયે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી રચનાત્મક સૂચનો મેળવ્યા હતા. મતદાર યાદી નિરીક્ષકે ખેડા જિલ્લાના નડિયાદ શહેરના સંતરામ મંદિરની મુલાકાત લીધી અને ધન્યતા અનુભવી ત્યારબાદ તેઓએ નડિયાદ શહેરની નગર પ્રાથમિક શાળા નં 22ની મુલાકાત લીધી અને બી.એલ.ઓ ને મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું અને તમામ બી.એલ.ઓની કામગીરી બિરદાવી

અન્ય સમાચારો પણ છે...