APPની તકલીફો વધી:માતર તાલુકા પંચાયતની ભલાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો ભાજપમાં જોડાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માતર તાલુકા પંચાયતની ભલાડા બેઠક પરથી આમ આદમીના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા ધીરુભાઈ આમ આદમીમાંથી આજે ભાજપમાં જોડાયા છે. આમ માતર તાલુકામાં આમ આદમી પક્ષમા ગાબડું પડ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.

ભાજપ પ્રમુખ વિપુલ પટેલે ખેસ પેહરાવી પાર્ટીમાં આવકાર્યા
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવન જાવન શરૂ થઈ ગઈ છે. આજે માતર તાલુકાના ભલાડાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય ધીરુભાઈ પરમાર ભાજપમાં જોડાયા છે વર્ષ 2021ની પેટા ચૂંટણીમાં ભલાડા સીટમાં આમ આદમી પાર્ટીમાં ધીરુભાઈ પરમાર ચૂંટાયા હતા. આજે ભાજપના ઉમેદવાર કલ્પેશભાઈ પરમારની ઉમેદવારી નોંધાવવા જતાં પેહલા તેમના સમર્થનમાં ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રમુખ વિપુલ પટેલે ખેસ પેહરાવી પાર્ટીમાં આવકાર્યા છે. આ પ્રસંગેભાજપના પૂર્વ સાંસદ કે. ડી. જેસવાણી, માતર વિધાનસભાના ઇન્ચાર્જ ચંદ્રેશ પટેલ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિતના નેતાઓની હાજર હતા

અન્ય સમાચારો પણ છે...