• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • E inauguration Of Newly Constructed Houses In 25 Districts Of The State Will Be Held By The Union Home Minister In Nadiad Tomorrow, Preparations Of Police And Administration Are Complete.

અમિતશાહનો ગુજરાત પ્રવાસ:નડિયાદમાં રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રાજ્યના 25 જિલ્લામાં નવનિર્મિત આવાસનું ઈ- લોકાર્પણ થશે, પોલીસ અને વહિવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ

નડિયાદએક મહિનો પહેલા
  • પોલીસ અધિકારીઓ અને જવાનો મળી કુલ 1700 લોકો કાયદો અને વ્યવસ્થા સંભાળશે
  • 347 કરોડના ખર્ચે 25 જિલ્લામાં 58 જેટલા બિલ્ડિંગનું ઈ-લોકાર્પણ કરાશે

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં રવિવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બંધાયેલા આવાસોના લોકાર્પણ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજર રહેશે. ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર અને વહિવટી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને શનીવારે આ માટેનું રીહર્સલ પણ સ્થળ પર કર્યું છે.

નડિયાદમાં રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે. રાજ્યના 25 જિલ્લાઓમાં 347 કરોડના ખર્ચે બંધાયેલા નવનિર્મિત આવાસોના લોકાર્પણ કાર્યક્રમ નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાનો છે. સવારે 11 કલાકે યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમમા લગભગ 58 જેટલી બિલ્ડિંગોનું ઈ લોકાર્પણ નડિયાદ ખાતેથી કરાશે અને જેનુ સીધું પ્રસારણ દરેક જિલ્લામાં કરવામા આવનાર છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત અન્ય લોકો અને જિલ્લાના રાજકીય અગ્રણીઓ હાજર રહેનાર છે. ત્યારે જિલ્લા પોલીસ અને વહિવટી તંત્ર એ પણ વિવિધ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મુખ્યત્વે પોલીસ અધિકારીઓ અને જવાનો મળી કુલ 1700 લોકો કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ખડે પગે રહેશે. આ સાથે સાથે જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ તેમજ અધિકારીઓ પણ હાજર રહેશે. જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર એ આ માટે શનીવારે રીહર્સલ પણ યોજ્યું હતું. જેમા કેન્દ્રીય ગૃહમંત્રીનો કાફલો કઈ રીતે સભા મંડપમા પ્રવેશશે તથા ક્યાથી આવશે જે બાબતે નિરિક્ષણ કરાયું હતું.

આ સાથે સાથે શનીવારે સભા મંડપમાં સ્ટેજની આસપાસ ડોગ સ્ક્વોડ દ્વારા સધન ચકાસણી કરવામાં આવી હતી. આવતીકાલના આ કાર્યક્રમમાં ઘોડેસવાર પોલીસ જવાનો પણ હાજર રહેશે. વાહનોના ડાયવર્ઝન સહિત વાહન પાર્કિંગની તથા સભામંડપમાં બેઠક વ્યવસ્થાનુ સુમેળ આયોજન કરી દેવાયું છે. સભામંડપમાં મુખ્ય ત્રણ ડોમ છે જેમાં વીઆઈપી, જનરલ અને મીડિયા એન્ટ્રીનો સમાવેશ થાય છે. આમ આ આવાસના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર ખડે પગે રહશે‌. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે.

લોકાર્પણ થનાર કુલ 57 મકાનોમાં રાજકોટ ખાતે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવું સાયબર ક્રાઇમ યુનિટ, આઇ.બી. કચેરી, એસ.પી. કચેરી, પોલીસ સ્ટેશન, પોલીસના રહેણાંક આવાસો, ડાંગ કેનાલ, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, વાયરલેસ વર્કશોપ, માઉન્ટેડ યુનિટ, સ્પોર્ટસ ફેસીલીટી સહિતના બિલ્ડીંગોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

નવીન બિન રહેણાંક આવાસોમાં મુદ્દામાલ પુરતા સ્ટોરોજ, શારિરીક વિકલાંગ વ્યક્તિઓ માટે રેમ્પ, જમવા માટે લંચ રૂમ, સી.સી.ટી.વી., બેઝમેન્ટમાં પાર્કિંગ, મહિલાઓ માટે હેલ્પડેસ્ક, બાળકોના કલ્યાણ માટે ઓફિસર રૂમ, ગુના સંબંધી તથા બિનગુના સંબંધી કામગીરી માટે અલગ અલગ વ્યવસ્થા, કોન્ફરન્સ મલ્ટી પર્પઝ હોલ, રેકર્ડ રૂમ, પુરૂષ તથા મહિલા કેદીઓ માટે એટેચ ટોયલેટવાળા લોકઅપ, બાળકો માટે અલાયદી સગવડ, અલગ પાસપોર્ટ ડેસ્ક, કાઉન્સેલીંગ રૂમ, ઇન્ટ્રોગેશન રૂમ તેમજ મહિલા કર્મચારીઓ માટે ઘોડીયાઘર વિગેરે સુવિધાઓથી સજજ છે.

રહેણાંક આવાસોની ડિઝાઇનમાં સુધારો કરી ક્ષેત્રફળમાં વધારો, પોલીસ કોન્સ્ટેબલ/જેલ સિપાહીઓને 1BHK મકાનને બદલે ફુલ ફર્નિશ્ડ 2BHK મકાન વિવિધ સવલતો સાથે બેડરૂમ, મોડ્યુલર કિચન વુડન કબાટ, હાઇરાઇઝ મકાનોમાં લીફ્ટ, કેમ્પસમાં પાર્કિંગ, પેવર બ્લોક, બાળકો માટે રમત-ગમતના સાધનો, કસરતના સાધનો, આંગણવાડી, બાગબગીચા તથા પ્રસંગો ઉજવી શકાય તેવી જગ્યાની સગવડ, ગેસ કનેકશન સમેત અનેક સવલતો સહિતના મકાનોનું લોકાર્પણ કરવામાં આવનાર છે, આ લોકાર્પણ કાર્યક્રમનું તમામ જિલ્લા શહેર ખાતે બાયસેગ કૈયુ બેન્ડથી લાઇવ પ્રસારણ કરવામાં આવનાર છે. જિલ્લાઓ ખાતે જિલ્લાના પ્રભારીમંત્રી અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં હાજર રહી ટુ વે કોમ્યુનિકેશન દ્વારા લોકાર્પણ કાર્યક્રમમાં જોડાનાર છે. આ કાર્યક્રમમાં ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય જિલ્લા ખાતેથી પણ મોટી સંખ્યામાં નાગરિકો લોકો કાર્યક્રમના સ્થળે આવનાર છે. જેઓની સભાસ્થળ ઉપર અલગ અલગ જિલ્લા વાઇઝ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તેમજ અલગ અલગ જિલ્લા વાઇઝ પાર્કીંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં સુરક્ષા અર્થે બંદોબસ્તમાં એસ.પી. 05, ડીવાયએસપી- 15, પોલીસ ઇન્સ્પેકટર- 33 પોલીસ કર્મચારી-1225, મહિલા પોલીસ-390, એસ.આર.પી.-2 કંપની તથા હોમગાર્ડ-500 જવાનો, બીડીડીએસ ટીમો તેમજ ડોગ સ્કોર્ડ તૈનાત રહેશે.

50000 લોકોને ભેગા કરવા 290 STબસ ફાળવાઇ
કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમમાં 50 હજાર લોકોને ભેગા કરવા માટે તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ કરાઈ છે. ત્યારે બ્રૃહદ ખેડા-આણંદ જિલ્લામાંથી લોકોને કાર્યક્રમ સ્થળ સુધી લાવવા માટે ખેડા જિલ્લામાં 250 અને આણંદ જિલ્લામાં 40 એસ.ટી બસો ફાળવવામાં આવી છે.

પોલીસ મકાનોમાં ઘોડિયાઘર સહિત અનેક સુવિધાઓ
નવીન બિનરહેણાંક આવાસોમાં મુદ્દામાલ પુરતા સ્ટોરેજ, શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટે રેમ્પ, જમવા માટે લંચ રૂમ, સી.સી.ટી.વી., બેઝમેન્ટમાં પાર્કિંગ, મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક, કોન્ફરન્સ મલ્ટી પરપઝ હોલ, રેકર્ડ રૂમ, પુરુષ તથા મહિલા કેદીઓ માટે એટેચ ટોયલેટ વાળા લોકઅપ, બાળકો માટે અલાયદી સગવડ, અલગ પાસપોર્ટ ડેસ્ક, કાઉન્સેલીંગ રૂમ, ઇન્ટ્રોગેશન રૂમ તેમજ મહિલા કર્મચારીઓ માટે ઘોડિયાઘર વિગેરે સુવિધાઓથી સજ્જ છે.

નડિયાદ પોલીસ છાવણીમાં ફેરવાયું, 4 SP ખડેપગે
કેન્દ્રીય ગ્રૃહ મંત્રી આવી રહ્યા હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી પણ વધી જાય છે. જેના ભાગરૂપે રાજ્ય ગ્રૃહ વિભાગ દ્વારા 4 એસ.પી, 15 ડીવાયએસપી, 33 પીઆઇ, 94 પીએસઆઇ, 1500 પોલીસ જવાનો સાથે 101 એસઆરપી જવાનો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...