ફરિયાદ:રઢુમાં વેપારીએ ઉધારની ના કહેતા માર મારી રોકડની લૂંટ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના જ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ

ખેડાના રઢુમાં ઉધાર વસ્તુ આપવાની ના પાડતા મામલો બિચક્યો હતો. ત્રણ વ્યક્તિઓએ દુકાનદારને મારમારી ઘાયલ કરી દુકાનમાં રહેલા પૈસા લઇ ફરાર થઇ ગયા હતા. સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે. ખેડાના રઢુ સુરસંગ મુખીના ફળીયામાં રહેતા જયદીપસિંહ રાવલ જય માતા કિરાણા સ્ટોરમાં અનાજ કરીયાણાની વસ્તુ વેચી ગુજરાન ચલાવે છે.

શનિવારના રોજ તેઓ તેમના પિતા કરણસિંહને દુકાન પર જમવા છોડાવવા ગયા હતા.તેઓ દુકાન પર હાજર હતા તે સમયે ગામના ઠાકોર ફળિયામાં રહેતા બહાદુરભાઇ બુધાભાઇ પરમાર આવી ઉધાર વસ્તુ લેવાની વાત કરતા જયદીપસિંહ ના પાડતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલવા લાગ્યા હતા.

તેમજ ઘરેથી લાકડી લઇ આવ્યા હતા તેમની સાથે બાબુભાઇ બુધાભાઇ પરમાર અને અલ્પેશભાઇ બહાદુરભાઇ પરમાર આવ્યા હતા. તે સમયે બહાદુરભાઇએ તેમના હાથમાં રહેલ લાકડી જયદીપસિંહના માથામાં મારી ઘાયલ કર્યો હતો. તેમજ દુકાનમાં તોડફોડ કરી ડ્રોવરમાં મૂકેલ રોકડ રૂ 2750 બહાદુરભાઇએ કાઢી લીધા હતા. જયદીપસિંહ રાવલની ફરિયાદ આધારે ખેડા પોલીસે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...