માતર તાલુકાના ગંગાપુર ગામે ખેતરોમાં રાત્રીના સમયે અચાનક લાઈટો ચાલુ થઈ જતા કુવાની ઓટો સ્વિચ વાળી મોટરો ચાલુ થઈ ગઈ હતી. 17 થી વધુ કુવાની મોટરો ચાલુ થઈ જતા ડાંગરમાં જરૂર કરતા વધારે પાણી ફરી વળ્યા હતા. જેના કારણે 100 વીઘા કરતા વધુ ડાંગરમાં નુકસાની જતા ખેડૂતોએ વીજ કંપની સામે રોષ વ્યક્ત કર્યો છે.
માતર તાલુકાના ગંગાપુરના ખેડૂતોનું કહેવું છેકે સરકાર દ્વારા સૂર્યોદય યોજના હેઠળ વહેલી સવારે 5 વાગ્યે લાઈટો આપવામાં આવે છે, જે 8 કલાક મળે છે. ગત મોડી રાત્રે વીજ કંપની દ્વારા અચાનક લાઈટો ચાલુ કરી દેતા 17 જેટલા કુવાની ઓટો સ્વિચ વાળી મોટરો ચાલુ થઈ ગઈ હતી.
પરિણામે ખેડૂતોને કઈ ખબર પડે તે પહેલા જ 100 વીંઘામાં વાવેતર કરાયેલા તમાકુના પાકમાં પાણી ફરી વળ્યા હતા. જેને પગલે નુકસાન થયાનો આક્ષેપ કરી વીજ વિભાગની બેદરકારી હોય વીજ તંત્ર હવે ખેડૂતોને વળતર આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
વણાંકબોરીમાં લાઈટની સમસ્યા થતા સિફ્ટ ચેન્જ થઈ
વણાંકબોરીના પાવર સ્ટેશનમાં અચાનક તકલીફ ઉભી થતા તકલીફ થઇ છે. અને એક્સચેન્જમાં પણ દિવસના સમયમાં પાવરની તકલીફ હોઈ અચાનક સીડ્યુઅલ રીસીડ્યુઅલ થયા છે. જેથી ખેતીનો સવારનો પાવર પરિસ્થિત થાળે પડે ત્યા સુધી રાત્રે શિફ્ટ કરવાની કામગીરી કરાઈ છે. - કે. એમ. શાહ, એક્ઝીક્યુટીવ એન્જીનીયર, નડિયાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.