ચોરી:રેલીયા ચેકપોસ્ટે ટ્રકમાંથી દવાના રૂા. 45 હજારના પાર્સલ ચોરાયા

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ-રેલીયા સુધીમાં કોઇ પણ સ્થળે ચોરી થઇ હોવાની આશંકા

રાજસ્થાનથી દવા સહિત પરચૂરણ સામાન ભરી નિકળેલ ટ્રકમાંથી દવાના પાર્સલની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજસ્થાનના ઝુનઝુનુના સુરજગઢમાં રહેતા દિનેશકુમાર દાનક ડ્રાઇવિંગ કરી તેમનું ગુજરાન ચલાવે છે. તા.23 જુલાઈના રોજ તેઓ મહારાષ્ટ્ર ભિવંડીમાં આવેલ સ્કોર્પિયન એક્સપ્રેસ પ્રા.લી ટ્રાન્સપોર્ટમાંથી કન્ટેનર ટ્રક નં-આરજે 14 જીજી 1834માં દવાઓ, દવાઓનું રો મટીરીયલ, મસાલા સહિત પરચૂરણ સામાન પાર્સલ ભરી દિલ્હીના જમાલપુર જવા નીકળ્યા હતા.

ભરૂચ પસાર કરી એક દુકાનમાં ચા-પાણી કરવા માટે રોકાયા હતા તે સમયે ગાડી ચેક કરતા બધુ બરાબર હતુ. તા.24 જુલાઇના રોજ કટપુતલી હોટલના કંપાઉન્ડમાં પહોંચ્યા તે સમયે વરસાદને કારણે ગાડીમાં સૂઇ ગયા હતા. તા.25 જુલાઇના રોજ તેઓ પાંખીયા-બાયડ તરફ જતા હતા તે સમયે ટ્રકની પાછળ આવતી ગાડીના ચાલકે જણાવેલ કે ગાડીનો પાછળનો દરવાજો ખુલ્લો છે. જેથી તપાસ કરતા દવાના નવ પાર્સલ કિ રૂ 45 હજારની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. દિનેશકુમાર દાનકની ફરિયાદ આધારે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...