અકસ્માત:ટ્રેલરમાં ટ્રક અથડાતાં ચાલકનું મોત જ્યારે ક્લિનરને ઇજા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કઠલાલના ભાનેર પાસે બનેલી ઘટના

કઠલાલના ભાનેર અમન હોટલ નજીક ટ્રેલર અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રેલરના ચાલકે સામેથી આવતી ટ્રકને ટ્રેલરે અડફેટે મારતાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.ગંભીર રીતે ઘવાયેલા ટ્રકના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.રાજસ્થાન રાજ્યના ઉદેપુર જિલ્લાના પાનેરિયોકી માદડીમાં રહેતા ચૈન શંકર મેનારિયાની ટ્રક પર ડ્રાઇવર રમેશચંન્દ્ર લાલુ રામ મીણા ઉં.વ35 અને કંડકટર નિરંજન કલાસુવા નોકરી કરે છે. તા.9 નવેમ્બરના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં ડ્રાઇવર રમેશચન્દ્ર અને કંડકટર નિરંજન રાજસ્થાનથી સાબુ બનાવવાનો પાવડર ભરી દાવનગીરી કર્ણાટક જવા માટે નીકળ્યા હતા.

તા.10 નવેમ્બર રાતના 1:45 વાગ્યાના અરસામાં સામેથી આવતા ટ્રેલરના ચાલકે ભાનેર નજીકની અમન હોટલ નજીક ટ્રકને અડફેટે મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઇવર અને કંડક્ટરને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી રમેશચંદ્ર મીણાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કઠલાલ પોલીસ ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...