ર્ડો બાબા સાહેબ આંબેડકર સંગઠન ખેડા દ્વારા શાસક જનક્રાંતિ આંદોલન-2022 સત્ય પ્રશ્નો અંગે ન્યાય આપવા બાબતને લઈને 9 જેટલા વિવિદ્ય મુદ્દાઓ વિશે ગુરૂવારે ખેડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં સંગઠનના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
તેઓએ જણાવ્યું હતું કે અગાઉ આપેલ આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ કરાઈ હતી, તે તેમજ ગુજરાત સરકારની કચેરીઓમાં અસંવિધાનીક શબ્દ પ્રયોગ દૂર કરવો, ડો. બાબાસાહેબ આંબેડકર ભવન અંગે જમીન ફાળવવા, બાબા સાહેબને રાષ્ટ્રીય નેતાની યાદીમાં સમાવેશ કરવો, ખેડા જિલ્લા સુરક્ષા સેતુની ગવર્નિંગ કાઉન્સિલમાં અનુસૂચિત જાતિના પ્રતિનિધિને સદસ્યતા આપી અન્યાય દૂર કરવા સહિત માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.