શાળાને સંગીતના સાધનો મળ્યા:નડિયાદના હઠીપુરા પ્રાથમિક શાળામાં દાતાએ સંગીતના સાધનો આપ્યા, 108 એમબયુલનસનું ડેમોન્સ્ટ્રેશન પણ યોજાયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના સલુણ તાબેના હઠીપુરા ગામે આવેલ પ્રાથમિક શાળામા ગામના યુવાનો દ્વારા બનેલ વિવેકાનંદ ગૃપ દ્વારા શાળામાં વિવિધ પ્રવૃતિ કરવામાં આવી હતી. આ ગૃપના યુવકો અને યુવતીઓ આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે.

108ની કામગીરીની જાણકારી સૌને મળી
વિવેકાનંદ ગૃપના સહયોગથી દાતા મનોજ વાઘેલા દ્વારા સંગીતના સાધનો ઢોલક, મંજીરા, ઘૂઘરા,ડ્રમ,ખંજરી, તબલા અને કરતાલ શાળામાં આપવામાં આવ્યા હતા. તેમજ વિવેકાનંદ ગૃપના જ યુવક રણજીતભાઇ દ્વારા 108 એમબયુલનસનું ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યુ જે થકી 108 ની કામગીરીની જાણકારી સૌને મળી હતી. વિવેકાનંદ ગૃપ દ્વારા પૂર્ણ દિવસ બાળકોને ભણાવવામાં આવ્યુ તેમજ બાળકોને રમતો પણ રમાડવામાં આવી હતી.આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા દાતા મનોજ વાઘેલા, 108 ના કર્મચારીઓ તેમજ વિવેકાનંદ ગૃપનુ સ્વાગત તેમજ આભાર વ્યકત કરવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...