ખોવાયેલા બાળપણને ઉજાગર કરવાનો પ્રયાસ:બાળકોમાં બૌદ્ધિક શક્તીમા વધારો થાય તે હેતુસર નડિયાદની શારદા મંદિર શાળામા ઢીંગલી મહોત્સવની ઉજવણી કરાઈ

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાઈટેક યુગમાં બાળકોનું બાળપણ કેદ થયું છે. ત્યારે નડિયાદની એક શૈક્ષણિક શાળાએ નોખો કાર્યક્રમ કરી બાળકોની બૌદ્ધિક શક્તીમા વધારો કર્યો છે નડિયાદ સ્થિત આવેલ શારદા મંદિર વિમુબેન દિનકરરાય પંડ્યા પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંકુલમાં ત્રિદિવસીય ઢીંગલી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

બાળકનો સામાજિક તથા માનસિક વિકાસ થાય તેવા આશયથી આ પ્રવૃત્તિ કરાઈ
આજના આધુનિક અને મોબાઇલના યુગમાં બાળકોનું બાળપણ મોબાઇલ અને ટીવીમાં ખોવાઈ ગયેલું જોવા મળે છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી નાનાં બાળકોમાં વિચારશક્તિ અને સમૂહભાવના લુપ્ત થયેલ જોવા મળે છે. આવા સમયે બાળકોનું બાળપણ પરત આવે અને તેનો સામાજિક તથા માનસિક વિકાસ થાય તેવા આશયથી શાળાનાં આચાર્યા સરોજબેન મચ્છર તથા મે,ટ્રસ્ટી પૂ. સુનિલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ શારદા મંદિરના બાલવાડી વિભાગમાં ઢીંગલી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

બાળકો સાચા અર્થમ બાળપણ માણતાં શીખે તેવી વિશેષ સંનિષ્ઠ પ્રયાસ શારદા મંદિર દ્વારા કરવામાં આવ્યો
શાળાનાં શિક્ષકોએ ઢીંગલી ઘર બનાવીને તેમાં ઘરની માફક ડ્રૉઇંગરૂમ, કિચન, મંદિર, બેડરૂમ, સ્ટડીરૂમ અને ગાર્ડન બનાવીને ઢીંગલીઓ અને અન્ય આકષર્ક વસ્તુઓથી સજાવવામાં આવ્યો. બાળકો તેમાં મુક્ત રીતે રમી શકે અને પોતાની મૌલિકતા અભિવ્યક્ત કરી શકે તેવું મુક્ત વાતાવરણ સર્જીને બાળકો પોતાના બાળપણને માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું, બાળકો સાચા અર્થમ બાળપણ માણતાં શીખે તેવી વિશેષ સંનિષ્ઠ પ્રયાસ શારદા મંદિર દ્વારા કરવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...