શ્વાનનો આતંક:નડિયાદના બારકોસિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો ત્રાસ વધ્યો, આજે મહિલા પર હુમલો કર્યો

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્વાનના વધેલા ત્રાસને વિસ્તારના લોકોએ પાલિકા તંત્રમાં રજૂઆત કરી

નડિયાદ શહેરમાં રખડતા પશુઓથી નગરજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો શ્વાનના હુમલાનો પણ ક્યારેક લોકો ભોગ બની રહ્યા છે. શહેરના બારકોસિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો ત્રાસ વધી ગયો છે. અલાદ પાર્ક સોસાયટીમાં ઘરની બહાર ઊભેલા એક 35 વર્ષની મહિલા પર શ્વાને હુમલો કરતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં શ્વાનનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી હોવા છતાં પાલિકા તંત્ર આ બાબતે કોઈ પગલાં ભરતું ન હોવાની બૂમો ઉઠવા પામી છે.

નડિયાદ શહેરના બારકોશીયા રોડ પર વિવિધ સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. આ શ્વાન અહીયા રહેતા લોકોને હેરાન કરી રહ્યા છે, કોઈ માણસ કોઈ વસ્તુ લઈને ત્યાંથી પસાર થાય ત્યારે આ શ્વાન તે વસ્તુ પડાવી લે છે. આ ત્રાસને કારણે આ વિસ્તારની પ્રજા મુશ્કેલીમાં મૂકાઇ છે.

ગઈકાલે બારકોસિયા વિસ્તારમાં આવેલ અલાદ પાકૅ સોસાયટીમાં રહેતા આશરે 35 વષૅની મહિલા તેમના મકાનની બહાર ઊભા હતા. ત્યારે આશરે 4થી 5 શ્વાનનુ ટોળાએ તેમના ઊપર હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બારકોસિયા વિસ્તારમાં અવાર નવાર આવા બનાવો બને છે. શ્વાનના વધેલા ત્રાસ બાબતે આ વિસ્તારના લોકોએ પાલિકા તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ પાલિકાતંત્ર આ બાબતે કોઈ જાતનું ધ્યાન આપતું નહોવાનુ સ્થાનિકો રોષ પૂર્વક જણાવી રહ્યા છે. રખડતા શ્વાનના કારણે અહીયા ભારે ભય ફેલાયો છે. કોઈ બાળકને શિકાર બને તે પહેલા પાલિકા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...