બાળકનો જીવ બચાવ્યો:નડિયાદમાં તિક્ષ્ણ વસ્તુ ગળી જનાર 8 વર્ષના બાળકનું તબીબોએ સફળ ઓપરેશન કર્યું

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ખાતે એક 8 વર્ષનું બાળક ધારદાર વસ્તુ ગળી જતાં તેને આંખ, નાક ગળાના સ્પેશ્યાલિસ્ટ ઈ.એન.ટી સર્જન ડૉ. સુપ્રીત પ્રભુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ભારે મહેનત બાદ સફળ ઓપરેશન કરી તિક્ષ્ણ વસ્તુ બહાર કાઢી બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. જેતી બાળકના પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

બાળક ભૂલથી તીક્ષ્ણ ધાતુના પદાર્થને ગળી ગયો હતો
આ અંગે ડૉ. સુપ્રીત પ્રભુએ જણાવ્યું હતું કે, મને એક 8 વર્ષના બાળકનો જીવ બચાવવાની તક મળી. જે બદલ ઈશ્વરનો આભાર માનું છું. બાળક ભૂલથી દાંત વડે તીક્ષ્ણ ધાતુના પદાર્થને ગળી ગયો હતો. જેની અસર થોરાસિક એસોફેગસ (અન્ન નળી)માં થઈ હતી. દોષરહિત એનેસ્થેસિયા માટે સુધીર સક્શેના અને સ્ટાફ પરિવારની જહેમતથી અમને સફળતા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ડૉ.સુપ્રીત પ્રભુ ગોલ્ડમેડાલિસ્ટ ઈ એન ટી સર્જન છે. ઉત્તરાયણ સમયે દોરીથી ગળાની નસ કપાઈ જતી હોય છે, ત્યારે તેઓ દ્વારા સફળતમ રીતે ઑપરેશન કરી જીવતદાન આપવાના અનેક કિસ્સા છે. બાળકોની સર્જરી તેમજ અનેક ગાંઠોને લગતી સર્જરી, સાયનસ જેવા કિસ્સાઓનો સફળ ઈલાજ કરતા હોય ચરોતરવાસીઓ માટે તેઓ આશીર્વાદરૂપ છે.

અન્ય સમાચારો પણ છે...