• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • In The District Including Nadiad, There Is A Boom In Modern Kites, Kite Stalls Have Come Up Everywhere, Kite String Has Become Expensive By 20 To 25 Percent.

મોંઘી ઉત્તરાયણ:નડિયાદ સહિત જિલ્લામાં અવનવી પતંગોની બોલબાલા, ઠેકઠેકાણે પતંગોના સ્ટોલો લાગ્યા, 20થી 25 ટકા મોંઘા થયા પતંગ-દોરા

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લા વાસીઓમાં ઉતરાયણ પર્વમાં પતંગ ઉડાવવાના શોખીન લોકો મોટી સંખ્યામાં છે.ત્યારે 2023ના વર્ષના પ્રથમ તહેવારને ઉજવણી માટે બજારમાં અત્યારથી પતંગોએ આકર્ષણ જમાવવાનું શરૂ કર્યુ છે.જેમાં અવનવી સાઈઝ અને ડિઝાઇનના પતંગો બજારમાં આવ્યા છે. ભાવ વધારો પતંગ રસીકોને થોડી ઉતરાયણ મોંઘી પાડે તેવી શક્યતા છે. ચાલુ વર્ષે

20થી 25 ટકા જેટલા પતંગ-દોરા મોંઘા થયા છે.
જિલ્લામાં અત્યારથી જ બજારોમાં અવનવી ડીઝાઇન અને આકાર વાળા પતંગોએ આકર્ષણ ચરોતર વાસીઓ દરેક પર્વને મનભરી ઉજવણી કરે છે એમાંય દર નવા વર્ષે આવતો પ્રથમ તહેવાર ઉતરાયણની અનેરૂ મહત્વ છે.જેમાં કરોડો રૂપીયાના પતંગ દોરા ખરીદી જિલ્લા વાસીઓ ઉજવણી કરતા હોય છે. જિલ્લામાં અત્યારથી જ બજારોમાં અવનવી ડીઝાઇન અને આકાર વાળા પતંગોએ આકર્ષણ જમાવ્યુ છે. શહેરમાં ઠેકઠેકાણે પતંગોના સ્ટોલો લાગ્યા છે.

હાલ જિલ્લામાં 800થી વધુ વેપારીઓ પતંગ દોરીના વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે
દિવાળી બાદ પતંગ તૈયાર થઇ જતા હોલસેલના વેપારીઓ સ્ટોક કરી રીટેઇલને વિતરણ શરૂ કરી દેતા હોય છે. હાલ જિલ્લામાં 800થી વધુ વેપારીઓ પતંગ દોરીના વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે.જે 10થી 25 લાખનો માલ ભરતા જિલ્લામાં અંદાજે 8થી 10 કરોડના પતંગ દોરા બજારમાં આવી સજાવી દેવાયા છે.પરંતુ આ વર્ષપણ પતંગ દોરાના કાચા માલ અને મજુરીમાં વધારો થયો છે.

દેશી પતંગો સાથે ચાઇનીઝ બનાવટના કાપડાની પતંગની બોલબાલા
આથી જ હાલ તો બજારમાં ઘરાકી ખુબ ઓછી જોવા મળી રહી છે. પરંતુ રીટેઇલ વેપારીઓ હોલસેલ વેપારી પાસેથી માલ ખરીદી કરી રહ્યા છે. જિલ્લાના વેપારીઓને આ વખત સારો વેપાર થાય તેવી આશા છે.આ વખત પણ અવનવી ડિઝાઇનના દેશી પતંગો સાથે ચાઇનીઝ બનાવટના કાપડાની પતંગની બોલબાલા છે. સામાન્ય રીતે કાગળના પતંગ ફાટી જવાની કે કમાન છટકી જવાની મોટી સમસ્યા રહે છે. ત્યારે આ કાપડના પતંગ ટકવામાં મજબુત હોય છે અને ફાટતા નથી ચાલુ વર્ષે 20થી 25 ટકા મોંઘા પતંગ-દોરા થથા છે તેમ એક વેપારીએ જણાવ્યું છે.

નડિયાદના મુખ્ય રસ્તાઓથી માંડી નાના રસ્તાઓ પર વેપારીઓએ પતંગ, દોરાના સ્ટોલ કર્યા
નડિયાદ શહેરના ડભાણ ભાગોળ, સંતરામ રોડ, અમદાવાદી દરવાજા બહાર, કબ્રસ્તાન ચોકડી, નવા અને જુના ગાજીપુર વાડ, સલુણ બજાર, પારસ‌ સર્કલ, કોલેજ રોડ, ઘોડીયા બજાર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં નાના વેપારીઓએ પતંગ, દોરાના સ્ટોલ કરી દીધા છે. લારીઓમાં પીપુડા, ટોપી, ચશ્મા વેચવાવાળાઓએ રસ્તો બાનમાં લીધો છે. મોદી વાળી પતંગો હોટ ફેવરિટ બની. આ સિવાય સુપર સ્ટાર્સની પતંગોની બોલબાલા વધી છે.

અન્ય સમાચારો પણ છે...