ફરિયાદ:મહેમદાવાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોમાં નારાજગી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દૂધમાં તફાવત ન રાખી બોનસ ચૂકવવા જિલ્લા રજીસ્ટર સમક્ષ ફરિયાદ

મહેમદાવાદની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં બોનસ મુદ્દે વિવાદ થયો છે. ગત તા.30 જૂન ના રોજ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સભાસદોએ ગાયો અને ભેંસો ના દૂધમાં વાર્ષિક બોનસ માટે 5% ટકાનો તફાવત રાખવાની અરજી કરી હતી. ત્યારે મળેલી સામાન્ય સભામાં કામ નં.9 મુજબ બોનસ અલગ કરવા માટેની અરજીની ચર્ચા વંચાણે લેવામાં આવી હતી. અને ભેંસના દુધ કરતાં ગાયનાં દૂધના બોનસમાં 5% ઘટાડો કરવા માટે બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ નવી બોડી ચુંટાઈ આવતા નવી બોડીના પ્રમુખ, ચેરમેન, સેક્રેટરી દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે ઉપરોક્ત ઠરાવને માન્ય નહીં રાખીને કોઈ પણ પ્રકારની ઠરાવ નં.9 બાબતે કાર્યવાહી કર્યા વગર ભેંસ અને ગાયનું એક સરખું બોનસ આપવાનું નક્કી કર્યું છે. જેને લઈને પુર્વ પ્રમુખ સાથે અન્ય 150 થી વધુ સભાસદો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને જીલ્લા રજીસ્ટ્રારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

જેમાં જણાવાયું છે કે મહેમદાવાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એકહથ્થુ શાસન ચલાવી ગાયો વાળાને ફાયદો થાય તેવાં પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહે કે સભાસદોની અરજી અંગે જિલ્લા રજીસ્ટર શું પગલાં ભરશે.

અન્ય સમાચારો પણ છે...