હડતાળનું શસ્ત્ર ઉગામ્યું:નડિયાદના કણજરી પાલિકાના કેટલાક સફાઈ કામદારોને કાયમી ન કરવામાં આવતાં નારાજગી, પાલિકા કચેરી બહાર ધરણા કરી પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઈ કર્મચારીઓના પ્રતિક ઉપવાસનો આજે પાંચમો દિવસ
  • પાલિકા કચેરી બહાર જ તંબુ બાંધી ધરણા અને પ્રતિક ઉપવાસ પર બેઠા

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સમાવિષ્ટ કણજરી નગરપાલિકાના સફાઈ કામદારો પૈકી કાયમી ન થયેલા કર્મીઓ નારાજગી સાથે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. પાલિકા કચેરી બહાર ધરણા કરી પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા છે. છેલ્લા લગભગ 4 દિવસથી આ પ્રતિક હડતાળ ચાલી રહી છે.
10થી 12 વ્યક્તિઓને કાયમી ન કરવામાં આવતા રોષ
નડિયાદ તાલુકાના કણજરી ગામની નગરપાલિકામા સફાઈ કામદારોનો લગભગ 22 વ્યક્તિઓનો સ્ટાફ છે. જેમાંથી ઘણા વર્ષોથી અહીંયા સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા લગભગ 10થી 12 વ્યક્તિઓને કાયમી ન કરવામાં આવતા તેઓમા નારાજગી વ્યાપી છે. તેઓ અહીંયા જ્યારથી ગ્રામ પંચાયત હતી ત્યારથી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ આ પછી અન્ય સફાઈ કામદારોની ભરતી કરાઈ અને તે તમામને કાયમી કરી દેવાયા હતાં અને આ 10થી 12 સફાઈ કામદારોને કાયમી ન કરવામાં આવતાં તેઓમા નારાજગી વ્યાપી છે.

સફાઈ કર્મીઓમાં મોટેભાગે મહિલા કર્મચારીઓ વધું
આ સફાઈકર્મીઓને કાયમી કરવામાં ન આવતા તેઓએ અવાર-નવાર રજૂઆતો કરી હતી તેમ છતાં પણ ન્યાય ન મળતા અન્યાયના ઘૂંટ સાથે ગત 22મી જુલાઈથી કાયમી ન થયેલા અંદાજીત 10-12 કામદારો હડતાળ પર ઉતરી ગયા છે. આ તમામ પોતાના કામથી અળગા રહી નગરપાલિકા કચેરીની સામે તંબુ બાંધી ન્યાય માટે ધરણા પર બેઠા છે. આટલુ પુરતુ નથી પરંતુ પ્રતિક ઉપવાસ કરી આ તમામ લોકો ન્યાય મેળવવા મથામણ કરી રહ્યા છે. હાથમાં અમને કાયમી કરો જેવા પ્લેકાર્ડ સાથે આજે આ પ્રતિક ઉપવાસ અને ધરણાંનો 5 દિવસ છે.
સફાઈકામદારોને કાયમી કરવાની માગ
આ હડતાળ પર ઉતરેલા સફાઈ કર્મીઓમાં મોટેભાગે મહિલા કર્મચારીઓ વધુ હોવાનું જાણવા મળે છે. વહેલામાં વહેલી તકે કાયમી કરવા સફાઈ કર્મચારીઓએ માગ કરી છે અને જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આ આંદોલન તેજ બનાવશે તેમ પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...