મહાગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિગ દ્વારા દિનશા પટેલ વોલીબોલ કપ સિઝન-2નું આયોજન નડિયાદ ખાતે આવેલ સ્પોર્ટ કોમ્પલેક્ષમા આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પૂર્વકેબીનેટ મંત્રી અને મહાગુજરાત મેડીકલ સોસાયટીના પ્રમુખ દિનાશા પટેલ ખાસ હાજર રહ્યા હતા.
રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહાગુજરાત મેડીકલ સોસાયટીના ચેરમેન ભાસ્કરભાઈ ટી. દેસાઈ, આચાર્ય વિરેન્દ્ર જૈન તથા આયોજનના મંત્રી જયોત દરજી પણ હાજર રહ્યા હતા. કોલજમાં અભ્યાસની સાથે સાથે ખેલકૂદ અંગે પણ પોતાની આગવી ઓળખાણ ધરાવી વોલીબોલ ટુર્નામેન્ટ સિઝન-2નું આયોજન થયુ હતું. જેમા રાજયભરમાંથી મહિલાઓની 6 અને ભાઈઓની 22 ટીમો કુલ મળીને 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સ્ત્રી શકિતનું ખૂબ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું
ઉદ્ઘાટન સમારંભમાં સૌ પ્રથમ દીપ પ્રાગટય કરી કોલેજના આચાર્યએ મંચસ્થ મહાનુભાવો તથા ખેલાડીઓઓનું સ્વાગત કર્યુ હતું. મહાગુજરાત મેડીકલ સોસાયટીના ચેરમેનએ આવી ઈતર પ્રવૃતિથી સ્વાસ્થ સાથે સાથે વિદ્યાર્થીઓના ટેલેન્ટ દર્શાવી ઉતરોઉતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. મહાગુજરાત મેડીકલ સોસાયટીના પ્રમુખ દિનશા પટેલે દીકરીઓએ પણ વોલીબોલ ટીમમાં ભાગ લઈ સ્ત્રી શકિતનું ખૂબ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડી અભિનંદન પાઠવ્યા હતા.
વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા
સમારંભના અંતે ટુનામેન્ટના ઓર્ગેનાઈઝીન સેક્રેટરી જયોત દરજીએ મંચસ્થ મહાનુભાવો, કોલેજના ડાયરેકટર આચાર્યનો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના સ્ટુડન્ટ નર્સ એસોશીએશનના નેમ હેઠળ ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ નટુભાઈ એડનવાલા, વોઇસ ચેરમેન સુમનભાઈ શેખ, ઇન્ચાર્જ વાઇસ ચેરમેન ડો. પ્રદીપ વૈષ્ણવ, યુનિવર્સિટીના રજીસ્ટર ડી.જે વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. દિનશા પટેલ નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર ભાવિક સેલતે પણ આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.