અકસ્માત:નડિયાદના ચલાલી પાટીયા પાસે મોટરસાયકલની ટક્કરે મહિલાનું મોત

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચકલાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નડિયાદ ડાકોર રોડ પર આવેલ ચલાલી પાટીયા પાસે નવાનગર નજીક ગતરોજ સાંજના સમયે પૂરપાટ પસાર થતાં એક બાઈકની ટક્કરે શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થયેલ રાહદારી મહિલાનુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

સારવાર દરમિયાન મહિલાનું મોત
નડિયાદના ચલાલી ગામના પાટીયા પાસેના નવા નગરમાં રહેતા કેસરબેન રણછોડભાઈ સોઢા પરમાર ગતરોજ સાંજના ઘર નજીકથી પસાર થતાં નડિયાદ ડાકોર રોડ પર ચાલતા જતા હતા. આ સમયે રોડ પર પૂરપાટ આવતા બાઈકએ તેણીને ટક્કર મારી હતી. જેને લઇ કેસરબેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાથે બાઈક પરથી ઉછળી રોડ પર પટકાયેલ પાછળ બેઠેલ વ્યક્તિને પણ ઈજા થઈ હતી. દરમિયાન બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થયેલ કેસરબેનનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સંદર્ભે ચકલાસી પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...