તપાસનો વિષય:મહેમદાવાદના મોદજમાં ભેંસના બચ્ચાંનું મોઢુ મળ્યુંસ તાંત્રિક વિધિ કે અન્ય કોઈ કારણ?

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો સહિત પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો

ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં આજે વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. મોદજ ગામમાં કોઈ અજાણ્યા લોકોએ ભેંસના બચ્ચાનું મોઢુ નાખી જતાં ચકચાર મચી છે. મોઢાની અંદર પુળા ભરી પ્લાસ્ટિકની દોરીથી મોઢું સિવી દીધું હતું અને આ મોઢું કોઈ ઈસમો દ્વારા ચોક્કસ હેતુસર ફેંકતા ગ્રામજનો સહિત પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.

મુખ્ય રસ્તા પર મૃત પશુના શીંગડા અને આંખો વગરનું મોઢુ મળ્યું
છેલ્લા ઘણા સમયથી સમગ્ર જિલ્લામા પશુઓની ચોરીના બનાવો વધી રહ્યા છે. તેવામાં મોદજ ગામમા વિચિત્ર ઘટના બની છે. ગામના પંચાયત તરફ જવાના રસ્તા પર પ્રાથમિક શાળાની સામે આવેલ ખુલ્લી જગ્યામાં શનિવારે સવારે એક ભેંસના મોઢાના અવશેષો મળી આવ્યા હતા. રાત્રીના સુમારે ગામના મુખ્ય રસ્તા પર મૃત પશુના શીંગડા અને આંખો વગરનું,જેમાં સૂકું ઘાસ ભરેલું અને દોરીથી ટાંકા લીધેલ માથું કોઈ નરાધમો દ્વારા ફેંકી દીધુ હતું.

ઘટનાના પગલે ગામમા અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા
બીજા દિવસે સવારે પસાર થતાં ગ્રામજનોને પશુના શરીરના અવશેષો મળી આવતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અજાણ્યા ઈસમો દ્વારા ચોક્કસ હેતુસર આ પશુના અવશેષોને ફેંકતા ગ્રામજનો સહિત પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. સાથે સાથે ગામમા અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે. લોકોના ઘટના સ્થળે ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ગભરાયેલા લોકોએ તાત્કાલિક સરપંચનો સંપર્ક કરી મહેમદાવાદ પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસ આવી કોઈ જાણ અમો ને કરવામાં આવી નથી તેવુ જણાવે છે. આ પાછળ તાંત્રિક વિધિ કે અન્ય કોઈ કારણ? તે તપાસનો વિષય બન્યો છે.

પશુપાલકો મરેલા બચ્ચાનું મુખવટું બનાવે છે
બીજી બાજુ જાણ કારો જણાવે છે કે તાજી વહેલી ભેંસનું બચ્ચું કોઈ કારણસર અવસાન પામે તો આ ભેંસ દૂધ આપવામાં બચ્ચાના વિરહમાં ઉભી ના રહેતી હોય પશુપાલકો મરેલા બચ્ચાનું મુખવટું બનાવે છે અને ભેસની નજીક રાખે છે જેથી ભેંસને પોતાનું બચ્ચું હોવાનું ભ્રમ થાય છે અને તેને પોતાનું બચ્ચું જીવતું હોવાનું માની દૂધ આપતી હોય છે માટે આવી ઘટના સામાન્ય ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...