ખેડા જિલ્લામાં 'વિશ્વ ડાયાબિટીસ ડે'ની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે નડિયાદમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ આયોજિત એક વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો
આજે સોમવારના રોજ ડાયાબિટીસ ડે નિમિત્તે મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ આયોજિત ડાયાબિટીસ,બી.પી, તેમજ બીએમઆઈના કેમ્પનું દિનશા પટેલ મેમોરિયલ હોલમાં આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ફેડરેશનના મોટાભાગના સભ્યોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ નિમિત્તે ફેડરેશનના પ્રમુખ રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ, ડોક્ટર શેલત, ડોક્ટર વૈષ્ણવ, ફેડરેશન આઇપીપી ભાસ્કર પટેલ,પ્રિન્સિપાલ વિરેન્દ્ર જૈન, ફેડરેશનના મહામંત્રી ભરત શાહ, ફેડરેશનના પ્રોગ્રામ ચેરમેન ઈકબાલ મેમણ ફેડરેશનના જન્મદિનના પ્રોગ્રામ ચેરમેન સતિષ કસારી, કાઉન્સિલના પ્રમુખ મનુભાઈ રાઠોડ, કાઉન્સિલના (પ્રોગ્રામ ચેરમેન) આઇપીપી ધીરુભાઈ શાહ, ઉપપ્રમુખ નવીનભાઈ, કાઉન્સિલના મંત્રી ભરત પંડ્યા, કારોબારી સભ્ય વિજય પટેલ, ગુણવંત પારેખ , ચીમનભાઈ મેકવાણ, તેમજ અરવિંદભાઈ કાછિયા પટેલ હાજર રહ્યા હતા. અને આ તબક્કે મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.