નડિયાદ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ અને નેક્સેસ ગ્રુપના ધર્મેશભાઇ જયંતિભાઇ પટેલ (જે.ડી)ની ખેડા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખેડા જિલ્લા ભાજપ પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા સાથે ચર્ચા કર્યા બાદ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ દ્વારા કોષાધ્યક્ષ પદે ધર્મેશભાઈ પટેલને નિમવામાં આવ્યા હતા.
બાંધકામ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રમાં અનેકવિધ રીતે પર્દાપણ અને સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવનાથી નડિયાદમાં કોર્પોરેટ કલ્ચરને અનુરૂપ કોમર્શિયલ બિલ્ડીંગ અને સમાજના દરેક વર્ગના લોકોના પોતાના ઘરના સપના સાકાર કરવાનું કાર્ય નેક્સસ ગ્રુપ થકી કર્યુ છે.
ધર્મેશ પટેલ નડિયાદ બિલ્ડર એસો.ના પ્રમુખ, એસએનવી સ્કૂલના ટ્રસ્ટી, ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિ.ના ડિરેક્ટર, સમાજ સેવા સંશોધન ટ્રસ્ટના જોઇન્ટ સેક્રેટરી, ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ મેમ્બર, ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળમાં સભ્યપદ જેવી અનેકવિધ સમાજસેવી સંસ્થાઓમાં પોતાની બહુમૂલ્ય સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. અગાઉ તેઓ ભાજપમાં સક્રિય પદે હતા, પરંતુ થોડો સમય પક્ષથી અગળા રહ્યા બાદ ફરીથી પક્ષમાં પ્રવેશ કરતા મિત્રો અને કાર્યકરોએ શુભકામનાઓ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.