કેન્દ્રિય સંચાર રાજ્યમંત્રીનું નિવેદન:વડાપ્રધાનના પદની ગરિમાને લાંછન લગાડનાર ગોપાલ ઈટાલિયાની ધરપકડને વાજબી ઠેરવતા દેવુસિંહ ચૌહાણ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંગે અગાઉ વાંધાજનક ટિપ્પણી કરી વડાપ્રધાનના પદની ગરિમાને લાંછન લગાડવાનો પ્રયત્ન કરનારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની પોલીસે ધરપકડ કરી છે,તે તદ્દન વાજબી છે. તેમ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું છે.

વધુમાં તેઓએ કહ્યું કે,આમ આદમી પાર્ટીના નેતા આવી દૂષિત માનસિકતા ધરાવતા વ્યક્તિને હોદ્દો આપે ત્યારે તેમની માનસિકતાને પણ ચકાસવી રહી.ગુજરાતની પ્રજા શાણી સંસ્કારી છે. તે આ પ્રકારની નિંદનીય માનસિકતા ધરાવનારા લોકોને સાંખી લેશે નહીં.ગોપાલ ઇટાલિયા અને તેમના નેતા અરવિંદ કેજરીવાલે આ બાબત વહેલી તકે સમજી લેવાની જરૂર છે. લોકતંત્રમાં ભાષાની ગરિમા જાળવીને જાહેરજીવનમાં કામ કરવું જોઈએ ત્યારે નિમ્ન વાણી વિલાસ કરનાર ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં કરાયેલી ધરપકડ યોગ્ય અને વાજબી હોવાનું કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...