બેઠકનું આયોજન:ખેડા જિલ્લામાં વધુ 8 સહિત 40ના રાજીનામા છતાં અમિત ચાવડા કહે છે, કોંગ્રેસ વિચલિત થશે નહીં !

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 32 રાજીનામા સાથે કોંગ્રેસમાં રાજકિય ભૂકંપ થતાં પૂર્વ પ્રદેશ પ્રમુખ દોડી ગયા ત્યાં વધુ એક આફ્ટર શોક

ખેડા જિલ્લામાં કોંગ્રેસ સંગઠન પ્રમુખે રાજીનામું આપ્યા બાદ પણ પાર્ટી મજબૂત સ્થિતિમાં છે, તેવો સંદેશ આપવા પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કઠલાલ તાલુકાની મુલાકાત લીધી હતી. રાજેશ ઝાલાના ગઢ સરાલીની શાળાના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. જે બાદ કેશવ કોમ્પલેક્સ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકાના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમના આયોજન પાછળનો હેતુ રાજેશ ઝાલાને મેસેજ પહોંચાડવાનો જ હોવાનું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. હોદ્દેદારોના રાજીનામા બાબતે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સંસ્થા મોટી છે વ્યક્તિ નહી, સંસ્થા કોઈ જવાબદારી આપે ત્યારે તેની ક્ષમતા કરતા સંસ્થાની ઓળખના કારણે વ્યક્તિનું મોટુ નામ અને પદ મળતુ હોય છે.

કોઈ વ્યક્તિ પોતાના હિત કે લાભ માટે સંસ્થા છોડી બીજે જવાની વાત કરતા હોય પણ સંસ્થા એનાથી વિચલિત થતી નથી. સંસ્થા નવા લોકોને તક આપશે. રાજીનામાના કારણ બાબતે તેઓએ જણાવ્યું કે તેનું કારણ રાજીનામુ આપનાર ને પૂછવું પડે. જે સંસ્થામાં પદ, ઓળખ અને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળી હોય તેવી સંસ્થા કેમ છોડી, તે સંસ્થા છોડનાર ને પુછવુ પડે. આ સ્થિતિમાં પણ આવનાર સમયમા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ અમિતભાઈ ચાવડાએ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ અને કઠલાલ શહેર પ્રમુખે પણ હાથ છોડ્યો
રાજેશ ઝાલાએ સર્જેલ ભૂકંપના આફ્ટર શોક ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યાં છે. એક તરફ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કઠલાલ તાલુકાની મુલાકાતે હતા. ત્યા બીજી તરફ કઠલાલ શહેર પ્રમુખ દિલીપ સિંહ ચૌહાણે પણ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે, તો રવિવારે જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ અલ્પેશ ડાભીએ પણ રાજીનામું આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...