પરીક્ષાનું આયોજન:ખેડા જિલ્લામાં આગામી 16 ઓક્ટોમ્બર 21 કેન્દ્રો પર નાયબ સેકશન અધિકારી વર્ગ-3ની પરીક્ષા યોજાશે, 4953 ઉમેદવારો પરીક્ષા આપશે

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી 16મી ઓક્ટોબરના દિવસે આયોજિત થયેલ ‘નાયબ સેકશન અધિકારી વર્ગ-3ની પરીક્ષા ખેડા જિલ્લામાં જુદા જુદા કેન્દ્રો ખાતે લેવાનાર છે. આ માટે લગભગ 21 જેટલા કેન્દ્રો ફાળવામા પણ આવ્યા છે. આ તમામમા કુલ 4 હજાર 953 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય અને અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો કાર્ય કરે અને પરીક્ષાર્થીઓ શાંત અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાથી તથા ગેરરીતી કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપે તે માટે પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

પરીક્ષાર્થીઓની શાંતિભંગ થાય તેવું કોઈ કૃત્ય ન કરવું
અધિક કલેકટરે આ મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરી આ દિવસે પરીક્ષા કેન્દ્રો પર અનુસુચિત પરીક્ષા કેન્દ્ર તથા તેની ચોતરફ 100 મીટરની ત્રિજયામાં આવેલા તમામ મકાનો, જગ્યા,સ્થળ અને વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોકત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ ન થવું, કોઈપણ ઈસમે કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા, કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી ન કરવી, પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય ન કરવું /ન કરાવવું, આ રીતના કોઈપણ દુષપ્રેરણ કે પ્રયાસમાં જો ફરજો પરના સુપરવાઈઝર સ્ટાફ કે ખાસ તપાસણી માટેના સ્કવોડના માણસોએ સામેલ થવું, પ્રામાણિકપણે ફરજો બજાવવામાં કોઈ પ્રકારની ઉદાસીનતા ન સેવવી, પરીક્ષા સંબંધી ચોરીમાં મદદરૂપ થાય તેવી કોઈપણ વસ્તુ, ઈલેકટ્રોનીક આઈટમ જેવી કે, ફેકસ, ડુપ્લીકેટીંગ, ઝેરોક્ષ મશીન, કોપીયર કે નકલ થઈ શકે તેવા કોઈપણ ઉપકરણો, સેલ્યુલર ફોન, મોબાઈલ, સ્માર્ટ વોચ, પેજર, હેન્ડ સેટ, વોકીટોકી કે કોર્ડલેસ ફોન, પુસ્તક, કાપલીઓ વિગેરેનો ઉપયોગ ન કરવો, ઝેરોક્ષ કાઢવાની કામગીરી, ઝેરોક્ષ નકલોનું વહન કરવું કે કરાવવામાં ફરજો પરના તમામ માણસોએ મદદગારી કે દુપ્રેરણા ન કરવા.

ભંગ કરનાર કસુરવાર ઈસમો સામે કાર્યવાહી કરાશે
16 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાકથી બપોરના 1 કલાક સુધીના સમયગાળા માટે (જે સેન્ટર પર પરીક્ષાનો કાર્યક્રમ હોય તેને અનુરૂપ) આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો ભંગ કરનાર કસુરવાર ઈસમો સામે આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનારઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, આ પરીક્ષામા જિલ્લા ભરમાંથી 4953 પરીક્ષાર્થીઓ હાજર રહેનાર છે.

​16 ઓક્ટોબરના રોજ GPSC દ્વારા યોજાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષા અંગે તેમને જિલ્લાના પોલીસ વિભાગ, વિધુત વિભાગ,સર્વેલેન્સ વિભાગ તેમજ પરીક્ષા સાથે જોડાયેલા અન્ય વિભાગોના કામગીરીની સમીક્ષા કરી છે. આ પ્રસંગે જિલ્લા ​કલેકટરે જણાવ્યું કે ઉમેદવારોને કોઈ પણ પ્રકારની પરેશાની ન રહે તેની તકેદારી રાખવી એ પરીક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી છે. જિલ્લાના 21 કેન્દ્રો 52,407 બ્લોકમાં યોજાનાર છે. પરીક્ષામાં 21 કેન્દ્ર નિયામક, 407 ઇન્વીજીલેટર,102 સુપરવાઈઝર,ઉપરાંત 5 ઝોનલ અધિકારી, 21 તકેદારી સુપરવાઈઝર નિમણુંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...