ACBની સફળ ટ્રેપ:કઠલાલના નાયબ મામલતદાર 25 હજારની લાંચ લેતા ઝડપાયા, જમીનના પાકા દસ્તાવેજની નોંધણી માટે માગી હતી લાંચ

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ એસીબી પોલીસે છટકું ગોઠવી ના. મામલતદારને પકડી પાડ્યો

કઠલાલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જમીન વેચાણની એન્ટ્રીને પ્રમાણીત કરવા બદલ લાંચ માંગી હતી. આજે એસીબી પોલીસે રૂપિયા 25 હજારની લાંચ સ્વીકારતા નાયબ મામલતદારને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રૂપિયા 45 હજાર આપી દે તો હું તારી એન્ટ્રી પ્રમાણિત કરીશ- નાયબ મામલતદાર
કઠલાલ તાલુકાના પિઠાઈમાં રહેતા એક ઈસમના કાકા તથા દાદાની પીઠાઇ તા. કઠલાલ જી. ખેડા ખાતે ખેતીની જમીન વેચાણ રાખેલ હતી. જેનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કઠલાલ સબ-રજીસ્ટ્રારની કચેરી ખાતે નોંધાયેલ હતો. જેની કાચી નોંધ પણ થઈ ગઈ હતી. આ કાચી નોંધને ગઇકાલના રોજ 45 દિવસ પુર્ણ થવા આવેલ હોવા છતાં સર્કલ ઓફિસરે તેને પ્રમાણિત કરી ન હતી. જેથી કઠલાલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલાનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે નાયબ મામલતદાર ઝાલાએ જણાવ્યું હતું કે આજે છેલ્લો દિવસ છે હું આજે તમારી નોંધ નામંજુર કરીશ તો તમારે પ્રાંત કચેરી ખાતે જવું પડશે. માટે 'તું રૂપિયા 45 હજાર આપી દે તો હું તારી એન્ટ્રી પ્રમાણિત કરી દઈશ' આ સાંભળી જમીન ખરીદનારના પગનીચે થી જમીન ખસી ગઈ હતી. તેણે નાયબ મામલતદાર ઝાલાને વિનંતી કરી હતી. ગમે તે ભોગે આ એન્ટ્રી પ્રમાણે કરી દેવા જણાવ્યું હતું. કેમકે નાયબ મામલતદાર જો એન્ટ્રી નામંજુર કરે તો પ્રાંતમાં અપીલ કરવી પડે અને ઘણો સમય જાય તેમ હતો. જેથી તે વખતે રૂપિયા 20 હજાર નાયબ મામલતદાર ઝાલાને આપ્યા હતા અને બાકીની રૂપિયા 25 હજાર આપવાનો વાયદો કર્યો હતો.

25 હજારની લાંચ સ્વીકારતા નાયબ મામલતદારને પકડી પડાયા
જમીન ખરીદનાર આ નાણાં આપવા માંગતું ન હોય તેને નડિયાદ એસીબીને ફરિયાદ કરી હતી જેથી આજે નડિયાદ એસીબીએ કઠલાલ મામલતદાર કચેરીમાં લાંચનો છટકું ગોઠવી હતું આ છટકામા 25 હજરની લાંચ સ્વીકારતા નાયબ મામલતદાર નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા ( રહે.વૃંદાવન બંગ્લોઝ, ડભાણ રોડ, નડીયાદ)ને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. નડિયાદ એસીબી પોલીસે લાચીયા નાયબ મામલતદાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાચી નોંધના 45 દિવસ બાદ પાકી નોંધ કરી ન હતી
કઠલાલ પિઠાઈમાં ખેતીની જમીન વેચાણ રાખી હતી. તેની કાચી નોંધ તા. 20 જૂન 2022 ના રોજ પડી હતી કાચી નોંધને તા.4 ઓગસ્ટના રોજ 45 દિવસ પૂર્ણ થવા છતાં નાયબ મામલતદારે કાચી નોંધ પ્રમાણિત કરી પાકી નોંધ મંજુર કરી ન હતી.

વહેવાર આપો તો તમારે પ્રાંત કચેરીમાં જવું નહી પડે
જાગૃત નાગરિક કાકા તથા દાદા રાખેલ ખેતીની જમીનની કાચી નોંધને 45 દિવસ થઇ ગયા હતા. જે અંગે નાયબ મામલતદારને મળતા કહે કે આજે છેલ્લો દિવસ છે હું આજે તમારી નોંધ ના મંજુર કરીશ તો તમારે પ્રાંત કચેરીમાં જવું પડશે કહી વહેવાર (લાંચ)ની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...