વ્યવસાય:નડિયાદી પતંગની હૈદરાબાદ, મુંબઇ અને નાસિક સુધી ડિમાન્ડ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના સલુણ બજારમાં 9 મહિનામાં પતંગોનો રૂ.10 કરોડનો વ્યવસાય
  • 250 થી વધુ પરિવાર એપ્રિલ થી 12 જાન્યુઆરી સુધી પતંગ બનાવવામાં વ્યસ્ત રહે છે

ગુજરાત હોય કે મહારાષ્ટ્ર જ્યારે પતંગની વાત આવે ત્યારે પતંગના શોખીનો નડિયાદના પતંગની વિશેષ માંગ કરતા હોય છે. ખાસ કરીને ચીલ પતંગના રસિકો માટે નડિયાદનું પતંગ બજાર આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અહીં 250 કરતા વધુ પરિવારો દ્વારા વર્ષમાં 9 મહિના સુધી પતંગો બનાવવાનું કામ ચાલુ રહે છે. જેમાં ટુકડો, ચીલ, ચરકટ, અડધીયા ચીલ અને વાઈટ પતંગો નડિયાદી પતંગની ખાસીયત છે.

નડિયાદ પતંગ બજાર એસોસિએશનના પ્રમુખ લાલાભાઈ છત્રી વાળા નું કહેવું છે કે ઉત્તરાયણ બાદ પતંગ બજાર બંધ થઈ જાય છે. જે એપ્રિલ માસની શરૂ થી ખુલ છે, અને સપ્ટેમ્બર મહિના બાદ ઘરાકી જામે છે. એપ્રિલ થી જાન્યુઆરી સુધી છેક હૈદરાબાદ, મુંબઈ,નાસીક, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, સુરત અને રાજકોટ થી વેપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. જેઓ અંદાજીત રૂ.10 કરોડના પતંગની ખરીદી કરી જતા હોય છે. જોકે ઉત્તરાયણને આડે એક સપ્તાહ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો હોવા છતાં ઘરાકી જામી નથી. જેના કારણે વેપારીઓ ચિંતામાં છે. તો કેટલાક વેપારીઓનું માનવુ છે કે છેલ્લા 3 દિવસ ઘરાકી ખુલશે.

અમારે 9 સભ્યોનો પરિવાર પતંગ ઉધોગ જ જીવાદોર
શહેરમાં એવા 250 થી વધુ પરિવાર છે, જે પતંગના ઉધ્યોગ પર નભે છે. અમારો 9 સભ્યોનો પરિવાર છે. જેમાં 2 ભાઈ, તેમની 2 પત્નિ, બંનેના 4 બાળકો અને માતા છે. અમારા દાદી જીવતા હતા, ત્યારથી એટલે કે 80 વર્ષથી અમારો પરિવાર પતંગ બનાવવામાં જોડાયેલો છે. તાજેતરમાં નાના ભાઈના લગ્ન થયા બાદ તેની પત્ની પણ હવે પતંગ બનાવે છે. અમે એપ્રિલથી લઈ 12 જાન્યુઆરી સુધી પતંગ બનાવીએ છીએ. > મીરજા જહીર બેગ, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...