ખેડા જિલ્લાના વડામથક નડિયાદથી અમદાવાદ વાયા ખાત્રજ ચોકડી થઈને જતો રસ્તો પહોળો કરવાનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યુ છે. આ કામ ગોકળગતીએ ચાલતું હોવાને કારણે વાહન ચાલકોને ઘણી જ હાલાકી વેઠવી પડે છે. આ રોડનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી પ્રબળ માંગ ઉઠી છે. આ પ્રશ્ને અરેરાના ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ છે.
કામ વહેલી તકે પૂર્ણ કરવા માંગણી
નડિયાદ તાલુકાના અરેરા સહિતના ગ્રામજનોએ ગોકળ ગતિએ ચાલતાં મીલ રોડથી મહેમદાવાદ તરફના રોડના મુદ્દે કલેકટરને આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે નડિયાદ મીલ રોડ થી ખાત્રજ ચોકડી થઈ જશોદાનગર ચોકડી અમદાવાદ હાઈવે ને પહોળો કરવાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ રોડ નું કામ ઠેકઠેકાણે અધૂરું છે, રોડ પર ડાયવર્જન અને કામ ચાલુ છે ના બોર્ડ મુકવામાં આવ્યા છે. પરંતુ કામ ચાલતું નથી ઠેર ઠેર અધૂરા કામના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે નડિયાદથી ખાત્રજ ચોકડી થઈ જશોદાનગર ચોકડી અમદાવાદ હાઈવે પહોળો કરવાનું કામ વહેલી તકે પૂર્ણ કરવા માંગણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.