નાગરિકોમાં રોષ:150 કરોડના કૌભાંડમાં માસ્ટર માઇન્ડ રાહુલની ધરપકડની માગ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ટર ડિજિટલમાં છેતરાયેલા લોકો બીજા દિવસે પોલીસ સ્ટેશન અને એસ.પી ઓફિસની વચ્ચે ફુટબોલ બન્યા
  • ​​​​​​​21 હજાર લોકોને ​​​​​​​ઠગનાર​​​​​​​ આરોપી વિદેશી ભાગી જવાની ભીતિ

નડિયાદમાં શુક્રવારના રોજ લોભામણી સ્કીમમાં ફસાયેલા નાગરિકોને ડિજિટલ ટેકનોલોજી પ્રા.લી ઓફિસમાં હોબાળો કર્યો હતો.નાગરિકોએ ડેટા એન્ટ્રીના વ્યવસાયમાં રોકેલા નાણાં પરત ન મળતા વાતવણસી હતી. જો કે પોલીસ બનાવ સ્થળે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બનાવને 24 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આ અંગે કોઇ નક્કર કાર્યવાહી ન થતા નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

બીજા દિવસે નાગરિકોએ સરકારી કચેરીમાં રજૂઆત કરી ફસાયેલા નાણા પરત મેળવવા આજીજી કરી હતી.પરંતુ ત્યા પણ કોઈ પરિણામ આવ્યું ન હતું.આ બનાવના માસ્ટર માઇંડને ઝડપી પાડવા સોશિયલ મિડિયામાં કેમ્પેઇન ચલાવવામાં આવ્યું છે.

નડિયાદના ડભાણ રોડ ઉપર આવેલ માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રા.લિ દ્વારા ડેટા એન્ટ્રીનો વ્યવસાય શરૂ કર્યો હતો. જેમાં નાગરિકોએ ડેટા એન્ટ્રી કામ કરવા પૈસા ભર્યા હતા. જેના બદલામાં નાગરિકોને દરરોજનુ કામ સોંપવામાં આવતું હતું. પરંતુ માર્ચ અને એપ્રિલ માસથી કંપની દ્વારા વળતર આપવાનું બંધ કરતા રોકાણ કરેલા નાગરિકો મૂજવણમાં મૂકાયા હતા. આ અંગે વારંવાર ઓફિસના ધરમધક્કા ખાવા છતાં નાગરિકોને તેમનુ વળતર ન મળતા શુક્રવારના રોજ નાગરિકોએ ઓફિસમાં હોબાળો કર્યો હતો.આજે બીજા દિવસે નાગરિકો દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરવા પહોચ્યા હતા.ત્યા અરજી લઇ કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યુ હતુ.

લાખો રૂપિયાનું રોકાણ કર્યું પૈસા પરત ન મળ્યાં
આ અંગે તેમણે જણાવ્યું હતું કે દિવાળી પછી પૈસા મળ્યા નથી 1 લાખ 84 હજારનુ રોકાણ કર્યુ હતું.પરંતુ બહાના બતાવી પૈસા આપતા નથી. વારંવાર પૈસાની માંગણી કરવા છતાં જવાબદાર વ્યક્તિઓ દ્વારા પૈસા આપવામાં આવતા ન હોવાનુ જણાવ્યુ છે. > દીક્ષુ દેસાઇ

ધક્કા ખવડાવી પૈસા આપવામાં આવ્યાં નથી
છેલ્લા ડિસેમ્બરથી કંપની સાથે જોડાયુ છે.કંપની દ્વારા 60 હજાર રોકાણ કરો તો 700 એન્ટ્રી આપવામાં આવશે.પરંતુ ડિસેમ્બર માસમાં એક જ એન્ટ્રીના પૈસા મળ્યા છે.વારંવાર ધક્કા ખાવા છતાં અમારા પૈસા મળતા નથી. પૈસા માંગવા આવ્યા ત્યારે શેરમાર્કેટમાં રોકાણ કરવાની કહી પૈસા આપવામાં આવ્યા નથી.> નિર્ભયકુમાર ખંભોળજા

​​​​​​​​​​​​​​નાગરિકોએ કલેકટર કચેરીએ આવેદન પાઠવ્યું
નડિયાદ શહેરમાં ડેટા એન્ટ્રીના નામે રોકાયેલા નાણા પરત ન મળતા હોબાળો થયો હતો.આ બનાવના બીજા દિવસે નાગરિકો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે કંપનીના મેનેજર ચિરાગ અમને પોલીસ મારા ખિસ્સામાં છે,તેવી ધમકી આપતા હોવાની રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...