અમદાવાદના ટ્રેસ્ના ફાઉન્ડેશન ને ટી.એલ. ટી. ટર્બો ઇન્ડિયા પ્રા. લી. (CSR પાર્ટનર)ના સહયોગ દ્વારા નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા, પ્રતાપપુરા પ્રથમિક શાળા (હાથજ), હાથજની જૂની મુવાડી પ્રાથમિક શાળા, પે સેન્ટર અલીન્દ્રા, પ્રાથમિક શાળા નવા નગર-1ની શાળાઓમાં કન્યા વૉશરૂમ(શૌચાલય) બાંધવામાં આવેલ છે.
જેનો લોકાર્પણ સમારોહ વિવિધ શાળાઓમાં યોજાઈ ગયો હતો. આ ગામની શાળાઓની વિદ્યાર્થિનીઓ આરોગ્ય સગવડ પામે તથા તેમનું અધવચ્ચે શાળા છોડવાનું પ્રમાણ અટકે તે ઉમદા હેતુથી ટ્રેસ્ના ફાઉન્ડેશન આ કન્યા શૌચાલયનું નિર્માણ કર્યું છે. આ અર્પણ સમારોહમાં સહયોગી સંસ્થા ટી. એલ. ટી. ટર્બો ઇન્ડિયા પ્રા. લી. (CSR પાર્ટનર)ના મેનેજિંગ ડિરેકટર તથા તેમની ટીમ ,ટ્રેસ્ના ફાઉન્ડેશન-અમદાવાદના ડાયરેક્ટર, તથા તેમની ટીમના સદસ્યો ખાસ હાજર રહ્યા હતા.જે તે શાળાના આચાર્ય, ગામના સરપંચ,પંચાયત સભ્યો,એસ એમ સી સભ્યોએ ઉપસ્થિત મહેમાનોને ઉષ્માભેર સન્માની હાર્દિક આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.