અકસ્માત:અકસ્માતે ટ્રેન અડફેટે આવી જતાં યુવક-યુવતીના મોત

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિલોડ ફાટક પાસેથી મૃતદેહ મળ્યાં

નડિયાદના સિલોડ ફાટક પાસે એક યુવક અને યુવતી આકસ્મિક રીતે ટ્રેન નીચે કપાઇ જતા અરેરાટી વ્યાપી છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસ થતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોચી બંને મૃતકોના મૃતદેહ કબ્જે લઇ પી.એમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં છે.

આ બનાવ અંગે સ્થાનિક નાગરિકો પાસેથી મળતી વિગતો અનુસાર નડિયાદના સિલોડની સીમમાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન ફાટક પાસેથી એક યુવક અને એક યુવતીના ટ્રેન નીચે કપાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. પોલીસ ટીમ મૃતક યુવક અને યુવતીની ઓળખ કરી છે. જેમાં યુવક નિર્મળભાઈ વિનુભાઈ સોલંકી ઉં.33 રહે.મોટી સિલોડ અને યુવતી નડિયાદના અરેરા ગામની ઉર્વશીબેન જયંતીભાઈ પટેલ ઉ. 25, રહે અરેરા હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે પોલીસ ટીમ દ્વારા તપાસ કરતા કોઇ અગમ્ય કારણોસર ટ્રેન નીચે આવી જતા મૃત્યુ નિપજયુ હતુ. વળી મૃતક યુવક પરિણીત અને યુવતી અપરણિત હોવાનુ પણ બહાર આવ્યું છે. આ બનાવ અંગે તીર્થ જયંતીભાઈ પટેલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...