દુર્ઘટના:ડાકોરમાં હાઈ ટેન્શન વાયર પડતાં ચરતી 2 ભેંસોના મોત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાકોરમાં મુની મહારાજની વાડી પાસે આવેલ સીમ વિસ્તારમાં ખેતરમાં વિક્રમભાઈ કુકાભાઈ ભરવાડની ભેંસો ચરી રહી હતી. તે દરમિયાન હાઈ વોલ્ટેજ સપ્લાય પસાર કરતો નમી ગયેલા થાંભલા પરથી વાયર એકાએક નીચે પડતા બે ભેંસોનું મૃત્યુ નિપજ્યું હતું. એક ભેંસને મોઢાના ભાગે બળી ગયું હતું.

નમેલા થાંભલાને દુરસ્ત કરવાની અરજી ઘણા મહિનાઓ પહેલા આપેલ હોવા છતાં તેનો યોગ્ય નિકાલ ન લાવતા વિક્રમભાઈને પોતાની બે ભેંસો ગુમાવાનો વારો આવ્યો હતો. GEB દ્વારા સ્થળ ઉપર પહોંચીને પંચનામું કરવામાં આવ્યું હતું. ગૌ માલિકો દ્વારા અન્ય સ્થળોએ ખેતરોમાંથી પસાર થતા નમેલા થાંભલાઓ જોખમી હોય વહેલી તકે તેને સીધા કરવા માટેની યોગ્ય માંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...