અકસ્માત:અજાણ્યા વાહને શ્રમજીવીને અડફેટે લેતાં અમદાવાદ સારવારમાં મોત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજ શહેરની કોલેજ પાસે બનેલો બનાવ

કપડવંજ શહેરના કોલેજ પાસે બોટલ વિણતા શ્રમજીવીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તે પ્રાથમિક સારવાર સ્થાનિક હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે.

કપડવંજના કુબેરનગર નજીકના શાંતિનગર ભીલવાસમાં અજયભાઇ ભીલ પરિવાર સાથે રહે છે.તા. 2 જુલાઈના રોજ બપોરના તેમના મામા વિજયભાઇ કપડવંજના કોલેજ રોડ પર પ્લાસ્ટિકની બોટલ વિણતો હતો તે સમયે એક અજાણ્યા બાઇકના ચાલકે અડફેટે મારી ઇજા પહોંચાડી હતી.આ બનાવની જાણ અજયભાઈને થતા તેઓ કપડવંજ હોસ્પિટલ પહોંચ્યા હતા.

તે સમયે મામા દિનેશભાઈની સારવાર ચાલુ હતું આ બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમનું તા.8 જુલાઈના સાંજના સાતેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. અજયભાઇ સુરેશભાઈ ભીલની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...