સોશિયલ મીડિયાનો ફાસ્ટ યુગ છે તેવામાં ડાકોર મંદિરે વૈષ્ણવ અને દાતાઓને અપીલ કરતી જાહેર નોટિસ મંદિરના પરિસરમાં લગાવી છે. જેમાં ભળતા નામ વાળા સોશિયલ મીડીયામાં ગ્રુપો ચાલતાં ડાકોર ટેમ્પલ બોર્ડે નોટિસ મારી સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે અને ભક્તોને નમ્ર અરજ કરાઈ છે કે, ડાકોરની એક માત્ર પોતાની વેબસાઈટ છે જેના પરથી જ દર્શન કરવા જણાવાયું છે. તેમજ ફેક વેબસાઈટ પર દાન ન કરવા જણાવાયું છે.
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દાતાઓને નમ્ર અપીલ કરવામાં આવી છે. ડાકોર લાઈવ દર્શન નામની કોઈપણ વોટ્સએપ કે ફેસબુક પર દર્શાવેલ દર્શન એડમીનનું અંગત રીતે બનાવવામાં આવ્યું છે. જે કોઈ બહારના વ્યક્તિએ બનાવેલ છે. મંદિર પ્રશાસન દ્વારા જે લાઈવ દર્શનની ઓફિસિયલ વેબસાઈટ છે તેના પર જ દર્શન કરવા અપીલ કરાઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમો પર બનાવેલ લાઈવ દર્શન કોઈ બહારની વ્યક્તિએ બનાવેલ હોય દાતાઓ દ્વારા આવી ખોટી જગ્યાએ દાન પણ ન આપવા માટે અપીલ કરવામાં આવી છે. આવી ખોટી જગ્યાએ કરાયેલું દાન શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ ડાકોર જેનો ટ્રસ્ટ નોંધણી નંબર એ - 426 ખેડામાં આપેલ દાનની રકમ જમા થતી નથી તેમ નોટીસ મારફતે જણાવાયું છે. વૈષ્ણવો તથા દાતાઓને રણછોડરાયજી મંદિરની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જ દાન કરવા માટે મંદિર પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે જરૂરી પુરાવાઓ મળતા ડાકોર ટેમ્પલ કમિટી એડમીન સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવશે તેવુ મંદિર પ્રસાશન દ્વારા જણાવાયું છે. ડાકોર ટેમ્પલ કમિટીની ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ દવેએ જણાવ્યું હતું કે, આવો બનાવ પ્રથમ બન્યો છે હાલ આ બાબતે તપાસ ચાલી રહી છે અને ભક્તોનુ ધ્યાન દોરવામાં આવ્યું છે. વધુમાં ડાકોર ટેમ્પલ બોર્ડને કોઈ વોટ્સએપ ગ્રૂપ મારફતે માલુમ પડતા હાલ આ બાબતે દાનના નાણાં ગેરવલ્લે જાય નહી તે માટે આવી નોટિસો મંદિર પરિસરમાં લગાવવામાં આવી છે. ડાકોરની પોતાની જ વેબસાઈટ છે. જેથી ભક્તોને ત્યાંથી જ દર્શન કરવા અને દાનભેટ આપવા અપીલ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.