ફાગણી પૂનમ:ડાકોર રણછોડ‌મય બન્યું, મંગળાઆરતીના સમયે ભક્તોનો સેલાબ ઉમટ્યો, દર્શન કરી ધન્યતા અનુભવી

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે ફાગણી પૂનમ છે. ત્યારે આજે ડાકોરના ઠાકોરજીના દર્શનનો અનેરો મહિમા છે. લાખો દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કર્યાં છે. ગુજરાતભરમાંથી પદયાત્રીઓ પગપાળા ડાકોર પહોંચ્યા છે. આજે યાત્રાધામ ડાકોરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજયો છે. ફાગણી પૂનમ પર ડાકોરના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહત્વ છે.

ભકતો રણછોડજીના દર્શન કરવા દુરદુરથી ધજા લઈને લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા
ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં ચાલુ વર્ષે ફાગણી પૂનમે દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડ્યા છે. આજનો દિવસે ડાકોરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે ડાકોર મંદિરમાં વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યુ છે. ભકતો રણછોડજીના દર્શન કરવા દુરદુરથી ધજા લઈને લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. ડાકોર દર્શન બાદ ભકતો ફાગવેલ ભાથીજી મંદિર વડતાલ સ્વામીનારાયણ મંદિર અને તે બાદ નડિયાદ સંતરામ મંદિરના દર્શન કરવા રવાના થાય છે.

મંદિર પરિસર ભકતોથી છલકાયું
યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં ફાગણી પૂર્ણિમા નિમિત્તે મંદિર પરિસર ભકતોથી છલકાયું છે. ખાસ વહેલી સવારે થતી મંગળાઆરતીના દર્શન કરવા લાઈન બંધ કતારમા ભક્તો લાગી ગયા હતા. અને આ દર્શન કરી ધન્યતા અનુભવી છે. આજે મંગળવારે દિવસ દરમિયાન આ રીતે ભક્તોનો પ્રવાહ ચાલુ રહેશે. આમ સમગ્ર ડાકોર રણછોડમય બન્યું છે. જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પરંપરાના ભાગ રૂપે રણછોડજી મંદિર પર ધજા ચઢાવવામાં આવી હતી.

બે ધજાની જગ્યાએ એક જ ધજા ડાકોરના ઠાકોરને અર્પણ કરાઈ : જિલ્લા કલેકટર
કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, રણછોરાયના મંદિરમાં પરંપરાગત રીતે દર વર્ષે જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ચઢતી હોય છે. પરંતુ આ વર્ષે એક ધજા ચઢાવવામાં આવી છે. પોલીસ તંત્રએ જિલ્લા વહીવટી તંત્રનો ભાગ હોવાનું માની સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધજા ચઢાવવામાં આવી છે. સાથે સાથે આ વર્ષે સેવા કેન્દ્રના સંચાલકો પાલિકા તેમજ સેવાકીય લોકોની સાથે સતત સંકલન કરી આયોજન સુપેરે પાર પડાયું છે. જેના કારણે ભક્તોને ક્યાંય પણ તકલીફ પડી નથી અને ઉત્સાહ બમણો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાના કારણે આ ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો પરંતુ ચાલુ વર્ષે ભક્તો રાજાધિરાજના દરબારમાં ઉમટ્યા છે.

અન્ય સમાચારો પણ છે...