બેદરકારી સામે આક્રોશ:ડાકોરમાં 52 ગજ ધજા ફરકતી, હજારો નમતા શીશ; તારા દ્વારે ગંદકી જોઇ તંત્ર સામે રીસ...

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ ડાકોરમાં રવિવારે ઉમટેલા હજારો ભક્તોને પાલિકાના અણઘડ વહીવટનો ભોગ બનવું પડ્યું. રણછોડજી મંદિર બહાર નવો રસ્તો બનાવવા માટે જુનો રસ્તો એક સપ્તાહથી ખોદી નંખાયો છે. પરંતુ નવો રસ્તો બનાવવાની કામગીરી શરૂ નહીં થતાં રણછોડજીના દર્શને આવતા હજ્જારો ભક્તો મુશ્કેલી વેઠી રહ્યા છે.

તંત્રની બેદરકારીને કારણે રસ્તાનું કામ અધુરૂ
એવું નથી કે સ્થાનિક તંત્રને આ બાબતની અગમચેતી ન હતી, પરંતુ તંત્રની આળસ અને અણ આવડતને કારણે રસ્તાનું કામ અધુરૂ રહેતા રવિવારના રોજ દૂર દૂરથી આવેલા 30 હજાર કરતા વધારે ભક્તોને કાદવ કીચડમાં થઇ પસાર થવું પડ્યું હતું. કેટલાક વૃદ્ધ શ્રદ્ધાળુઓ તો કાદવમાં થઇ મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા, તો કેટલાક દર્શનાર્થીઓ નાના બાળકોને ગોદમાં ઉઠાવી મહામુસીબતે કાદવ પસાર કરી રહ્યા હતા.

ભક્તોના કાદવ-કીચડથી કપડા બગડયા
બહારગામથી નવા કપડા પહેરી દર્શને આવેલા અનેક ભક્તો કાદવ-કીચડ માંથી પસાર થતા કપડા બગડવાના કારણે પાલિકા અને સ્થાનિક તંત્રને ભાંડતા જોવા મળ્યા હતા. રણછોડજી મંદિર રાજ્યના ગણના પાત્ર યાત્રાધામમાં આવતું હોવા છતાં આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...