સાયબર ક્રાઇમ અવેરનેશ:નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો, લાલચ, ડર અને આળસના કારણે સાયબર ક્રાઇમ થાય છે

નડિયાદએક મહિનો પહેલા

સમગ્ર ખેડા જિલ્લામાં એક બાજુ સાયબર ક્રાઇમના ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી આ અંગે જાગૃતિ માટે કાર્યક્રમો કરી રહી છે. ગતરોજ નડિયાદ સ્થિત દિનશા પટેલ નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાયબર એક્સપર્ટે વિવિધ તબક્કાઓ દ્વારા સાયબર ક્રાઇમથી થતાં ગુનાઓ વિશે અને સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય છે તથા તેનાથી કઈ રીતે દૂર રહી શકાય તે અંગે ઊંડાણ પૂર્વક સમજૂતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમ ખાસ હાજર રહી હતી.

સેમિનારમાં આશરે 400થી વધુ વિદ્યાર્થીઓએ હાજર રહ્યા
નડિયાદ સ્થિત આવેલ દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ અને જેસીઆઈ નડિયાદના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ એક્ટિવિટીસ અને સોલ્યુશન પર્સ અવરનેસ સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય વક્તા તરીકે સાયબર ક્રાઇમ વિભાગ નડિયાદના PSI કુલદીપ બારોટ તેમજ સંદીપ પાટીલ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના સેક્રેટરી અનુપ દેસાઈ, ડાયરેક્ટ ડો ભાવિક શેલત, પ્રો. વિરેન્દ્ર જૈન તેમજ જીસીઆઇમાંથી પ્રમુખ તથા વિરલ શાહ, રિતેશ મોદી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં આશરે 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સાયબર ક્રાઇમ બનાવ બને તો સૌથી પહેલા રાજ્ય સરકારની 1930 ટોલ ફ્રી નંબર પર જાણ કરો
સાયબર ક્રાઇમના એક્સપર્ટે આ સેમિનારમાં જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમનો આરોપી દેખાતો નથી. તે મિસ્ટર ઈન્ડિયા જેવો હોય છે. ઇન્ટરનેટની મદદથી જે ક્રાઇમ જે ગુનાઓ થાય છે તેને સાયબર ક્રાઈમ કહેવાય છે. મોટેભાગે સાયબર ક્રાઇમ લાલચ, ડર અને આળસથી થાય છે. આમ તો સાયબર ક્રાઇમના ઘણા બધા પ્રકારો છે. તેમાંથી મહત્વના ગણાતા એવા બે પ્રકાર એક સોશિયલ મીડિયા અને બીજું ફાઈનાન્સિયલ ફ્રોડ. કોઈ બી સાયબર ક્રાઇમ બનાવ બને તો સૌથી પહેલા રાજ્ય સરકારની 1930 ટોલ ફ્રી નંબર પર જાણ કરો જેના કારણે સોશિયલ ક્રાઈમની ટીમ આવા ગુનેગારોને પકડી શકે અને તમારા ફસાયેલા નાણાને વળતરરૂપે પાછી આપી શકે.

ન્યૂડ વિડિયો તથા મોર્ફ તસ્વીરોથી કઈ રીતે બચી શકાય તે વિશે પ્રકાશ પાડવામાં આવ્યો
સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા પોલીસ પણ મેદાનમાં ઉતરી છે અને યુવા ધન સહિત લોકોને જાગૃત કરી રહી છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં પીપીટી દ્વારા આવા ગુનાઓથી કઈ રીતે બચી શકાય તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને ખાસ કરીને યુવાધનને જે ન્યૂડ વિડિયો તથા મોર્ફ તસ્વીરોથી કઈ રીતે બચી શકાય છે તે વિશે ટિપ્સ આપવામાં આવી હતી.

બોગસ એપ ડાઉનલોડ કરવાનું ટાળો, અજાણી લિંક પર ક્લિક ન કરવી
વધુમાં સાયબર ક્રાઇમ ફોન એપ દ્વારા ફ્રોડ વધુ થાય છે. બોગસ એપ ડાઉનલોડ કરવાનું ટાળો, અજાણી લિંક પર ક્લિક ન કરવું, આવી લીંક ઓપન થઈ જાય તો બેંકની વિગતો પર્સનલ માહિતી દાખલ કરશો નહીં. બેંક,ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ, કોઈપણ અધિકૃત સંસ્થા ક્યારે પણ બેંકની વિગતો પૂછતી નથી કે પિન માગતી નથી. આવી વિગતો આપવાનું ટાળો. મોબાઈલ ગુમ થાય તો તમામ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખવા. કોઈપણ જાતનું ફ્રોડ થાય તો તુરંત જ 1930 નંબર ઉપર ડાયલ કરી સાયબર ક્રાઇમને જાણ કરવી આવી અનેક રસપ્રદ માહિતી સાયબર એક્સપોર્ટ પીએસઆઇ કુલદીપ બારોટ અને સંદીપ પાટીલે વિદ્યાર્થીઓને જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...