નાણાં લેવા સ્થળ આવેલ નિરમીત ખંભોળજાએ જણાવ્યું હતું કે ‘મે કંપનીમાં રૂ.60 હજાર ભરી આઇડી લીધી હતી. જેમાં રૂ.15 હજાર દર માસે મળશે તેમ જણાવ્યું હતું. પરંતુ ડિસેમ્બર માસ પછી આજ દિન સુધી એક પણ રૂપિયો મળ્યો નથી. અગાઉ માસ્ટરની એપ્લિકેશન માંથી બેંકમાં નાણા જમા થતા હતા, જે બાદ એપ્રિલ માસના અંતમાં કુબેરજી નામની એપ્લિકેશન મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાવી અને તેના વોલેટમાં રૂપિયા જમા થશે તેમ જણાવ્યું હતું. પરંતુ ત્યાર બાદ પણ વળતર મળ્યું ન હતુ.
જે બાદ ગુરુવારે રાત્રે કંપની દ્વારા ગ્રુપમાં એવો મેસેજ કરવામાં આવ્યો કે જે વ્યક્તિ ક્રિપ્ટો કરન્સીમાં નાણા કન્વર્ટ કરાવવા ઈચ્છતા હોય તેમના બાકીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી આપવામાં આવશે. આમ કંપની દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના આજના દિવસે ટોક ઓફ ધી ટાઉન બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.