હૂકમ:ડાકોરમાં ચેક રિટર્ન કેસમાં ગ્રાહકને છ માસની સજા

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીને 5 લાખ વળતર ચૂકવવા હૂકમ

ડાકોરમાં રહેતા અશોકભાઇ નારંગ શ્રીરામ એપ્લાયન્સીસ પ્રોપરાઇટર છે. તેમની દુકાનેથી મોમીનખાન પઠાણે તા. 14 જુલાઈ વર્ષ-2014થી 29 જુલાઈ 2014ના સમયગાળામાં ટીવી ફ્રીજ, ઘરઘંટી જેવી ચીજવસ્તુઓ ખરીદી કરી હતી. જેની કુલ કિ રૂા. 3,12,100 થઇ હતી. જ્યારે બાકી રહેલી પૈસાની જવાબદારી નાસીરખાન પઠાણ લેશે તેમ જણાવ્યુ હતુ જેથી નાસીરખાને ચેક આપ્યો હતો.

જે બેંકમાં જમા કરતા ચેક લેનારની સહીમાં ફેર છે તે કારણ દર્શાવી ચેક પરત આવતા વાયદો આપ્યો હતો. આ બાદ તા.31 ઓકટો.2014માં નોટીસ આપી હતી તેમ છતાં કંઈક ન કરતા આખરે ડાકોર કોર્ટમાં નેગોશિયેબલ એકટ 138 મુજબ ફરિયાદ નોંધાવી હતી. તાજેતરમાં આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે નાસીરખાનને છ માસની સાદી કેદની સજા, ચેકની રકમ રૂ 5 લાખ ફરિયાદી વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...