ફરિયાદ:સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર સામે ગુનો

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીને બદનામ કરવા કાવતરૂં કર્યું

મહુધાના વડથલની દીકરીના નડિયાદના હાથજ ગામે લગ્ન થયા હતા. બાદમાં પરિણીતા સાસરે ગઇ હતી. તે સમયે પતિ અને યુવતીના સસરા રાત્રિના સમયે દારૂ મંગાવી પીતા હતા અને દારૂના નશામાં જણાવતા હતા કે, મારા મમ્મી નથી જેથી તારે મને તથા મારા પિતાને શારીરિક તેમજ માનસિક સુખ આપવું પડશે તેવી માંગ કરી હતી. આ બાદ પરિણીતાને આવું નહીં થાય તેવી હૈયાધારણા આપતા યુવતીને સાસરે મોકલી હતી. પરંતુ પતિ પોતાની પત્નીને ત્રાસ આપતા છુટ્ટુ લીધુ હતુ.

વળી યુવક દ્વારા યુવતીના પિતાના મોબાઇલ ફોન પર ધમકી આપી હતી કે તમે પુત્રીના લગ્ન કેવી રીતે કરો છો તે હું જોઈ લઈશ. આ બાદ યુવક જયેન્દ્ર વાઘેલાએ પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તા.1-09 2021 ના રોજ યુવતીના ફોટા જુદા જુદા વ્યક્તિઓ સાથે મર્જ કરી ખોટા સંબંધ દર્શાવી પોસ્ટ મૂકતો હતો. આ અંગે યુવતીના પરિવારજનોએ પોસ્ટ કેમ મુકી છે તે યુવકને કહેતા કહે કે તમારાથી થાય તે કરી લેજો અને જ્યાં જઈને ફરિયાદ કરવી હોય ત્યા કરો. આ બનાવ અંગે યુવતીએ મહુધા પોલીસ મથકે પોતાના પૂર્વ પતિ જયેન્દ્રભાઈ અરવિંદભાઈ વાઘેલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...