કઠલાલ-બાલાસિનોર રોડ ઉપર આવેલ મયુર ગેસ્ટ હાઉસમાં પોલીસ તપાસમાં આધાર પુરાવા વગર વ્યક્તિઓને રાખવામાં આવતા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કઠલાલ સ્થાનિક પોલીસની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે શહેરના એટીએમ, બેંક, ગેસ્ટ હાઉસ ચેક કરતા હતા. તે સમયે કઠલાલ-બાલાસિનોર રોડ ઉપર આવેલ મયુર ગેસ્ટ હાઉસમાં ચેકીંગ કર્યુ હતુ. તે સમયે ત્યાં હાજર એક ઇસમને ગેસ્ટ હાઉસમાં રોકાવા આવતા મુસાફરોને નોંધણી રજીસ્ટર તથા આધાર પુરાવા બાબતે પૂછપરછ કરી હતી.પરંતુ તે સમયે હાજર ઇસમ કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.
જેથી પોલીસ ટીમે ગેસ્ટ હાઉસ નિભાવવાના રજીસ્ટર ચેક કરતા તા.19 મે ના રોજ ગેસ્ટ હાઉસમાં રોકાયેલ વ્યક્તિની એન્ટ્રી કરી હતી.પરંતુ તેના આધાર પુરાવા લીધેલ ન હોવાનું બહાર આવ્યું હતું. ગેસ્ટ હાઉસમાં આવેલ વ્યક્તિના આધાર પુરાવા નહીં લઇ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કઠલાલ પોલીસ ગેસ્ટ હાઉસના મેનેજર હીરાલાલ મોઘજી પટેલ રહે, મયુર ગેસ્ટ હાઉસ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.