ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના દેગામના યુવકે રાજનગરમાં બહેનના ઘરે આવેલી કિશોર વયની સગીરાને ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ બદકામ કરવાના ગુનામાં ચકલાસી પોલીસે શખ્સને પકડી પાડ્યો હતો. જોકે, જામીન પર છુટવા માટે નડિયાદ કોર્ટમાં આરોપીએ જામીન અરજી મૂકી હતી જે જામીન અરજી નડિયાદ કોર્ટે ફગાવી દીધી છે.
નડિયાદ તાલુકાના દેગામમાં રહેતી એક કિશોરીને તેણીની બહેન નરસંડા નજીક આવેલા રાજનગરમાં રહેતી હોય તેની બહેનને મળવા આ કિશોરી રાજનગર આવી હતી્. તે વખત તેની પાછળ પાછળ દેહગામમાં રહેતો શખ્સ પણ આવ્યો હતો અને આ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે ચકલાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
ચકલાસી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ કરી આરોપીને સબ જેલમાં મોકલી આપ્યો હતો. આ આરોપી એ જામીન પર છૂટવા નડિયાદની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી સરકારી વકીલ ઉમેશ ઢગટની દલીલો ગ્રાહ્ય રાખી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.