જામીન અરજી નામંજૂર:ગળતેશ્વરમાં સગીરાને ભગાડી જઇ જન્મના ખોટા પુરાવા ઊભા કરી લગ્ન કરનાર આરોપીના જામીન કોર્ટે ફગાવ્યાં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપીની જામીન અરજી નામંજૂર કરી

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંગાડીના યુવકે સગીર વયની યુવતીને ભગાડી જઇ તેણીની સાથે લગ્ન કરી લીધા હતા. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આરોપીએ જામીન પર છૂટવા માટે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજીને નડિયાદ કોર્ટે ફગાવી હતી.

ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામમાં રહેતા વિઠ્ઠલ ભલાભાઇ ભરવાડે એક સગીરા ભગાડી જઇ તેણીની‌ સાથે લગ્ન કરી લીધા હતા. આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે જામીન પર છુટવા માટે નડિયાદ કોર્ટમાં તેઓએ જામીન અરજી મુકી હતી. એડિશનલ સેશન કોર્ટના જજ હેતલ પવારની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ યુ.એ. ઢગટ એવી દલીલ કરી હતી કે, ભોગ બનનાર ઉ.વ.17 વર્ષ 7 માસ 21દિવસ નાની સગીર ઉંમર અવસ્થાનો લાભ ઉઠાવી, લલચાવી પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરવાની લાલચ આપી, જારકર્મ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો. તેમજ ફરીયાદીની દિકરીના સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટમાં જણાવેલા અસલ જન્મ તારીખમાં ફેરફાર કરી ખોટો દસ્તાવેજી પુરાવા ઉભા કરી છેતરપીંડી કરી પોતે દસ્તાવેજ ખોટા હોવાનું જાણવા છતાં તેનો ખરાં તરીકે ઉપયોગ કરી સગીરા સાથે લગ્ન કરેલા હોવાની ફરીયાદ છે. આ ગંભીર ગુનો હોય જામીન અરજી નામંજૂર કરવી જોઈએ આ તમામ બાબતો ધ્યાનમાં રાખીએ કોર્ટે આરોપી વિઠ્ઠલભાઈ ભરવાડની જામીન અરજી ફગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...