હિટ એન્ડ રન:માતરના સંધાણા પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા સવાર દંપતીનું મોત, દવા લેવા જતી સમયે અકસ્માત નડ્યો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઘટના સ્થળે દોડી આવી ફરિયાદ લેવાની કામગીરી આરંભી

ખેડા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ હિટ એન્ડ રનના આકસ્માતો પણ વધ્યા છે. માતર નજીકથી પસાર થતો અમદાવાદ-મુંબઈ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એક દંપતીનું સ્થળ પર કમકમાટીભર્યં મોત નિપજ્યું છે. કોઈ અજાણ્યા વાહને એક્ટીવાને પાછળથી ટક્કર મારતા એક્ટીવા પર સવાર દંપતીનુ મોત નિપજ્યું છે.

કોઈ વાહને પાછળથી જોરદાર ટક્કર મારી
માતર પાસેના સંધાણા ગામ નજીકથી પસાર થતા અમદાવાદ-મુંબઈ હાઈવે નંબર 48 પર બુધવાર સવારે હિટ એન્ડ રન ઘટના બની છે. અહીયાથી પસાર થઈ રહેલ એક્ટીવા નંબર (GJ 01 US 9340)ને અજાણ્યા કોઈ વાહને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી એક્ટીવા પર સવાર દંપતી રોડ પર પટકાયા હતા. ટક્કર માર્યા બાદ આ વાહન અહીંયાથી ફરાર થઈ ગયુ હતુ. બીજી તરફ અકસ્માત બાદ આ દંપતીનું ઘટના સ્થળે મોત થયું હતું.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
આસપાસના લોકો દોડી આવતાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાદ સ્થાનિક પોલીસ પણ બનાવ સ્થળે આવી ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. આકસ્માતમા મૃત્યુ પામેલા ‌બન્ને લોકોને પોલીસની હાજરીમાં માતર સીએચસીમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યા છે. પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આ મરણજનાર વ્યક્તિઓના નામ રફીકભાઈ બરોડાવાળા અને તેમની પત્ની રહેનાબેન બરોડાવાળા છે. આ દંપતી ડાયાબિટીસની દવા લેવા જતાં આકસ્માત નડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...